‘83’એ રણવીરસિંહને મેલબોર્નમાં બેસ્ટ એકટરનો એવોર્ડ અપાવ્યો

17 August 2022 10:54 AM
Entertainment India
  • ‘83’એ રણવીરસિંહને મેલબોર્નમાં બેસ્ટ એકટરનો એવોર્ડ અપાવ્યો

♦ ભલે પ્રેક્ષકો ઓછા અપાવ્યા પણ..

♦ આઈએફએફએમનો પ્રતિષ્ઠિત એવોર્ડ વાણી કપૂરને ‘ચંડીગઢ કરે આશિકી’ માટે મળ્યો

મુંબઈ: ફિલ્મ ‘83’માં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કપિલ દેવની ભૂમિકા ભજવનાર રણવીરસિંહને પ્રતિષ્ઠિત ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલ ઓફ મેલબોર્ન (આઈ એફ એફ એમ) તરફથી બેસ્ટ એકટર ઓફ ધી યર મળ્યો છે. આ ફિલ્મે ભલે દર્શકોએ ન વધાવી પણ ફિલ્મે રણવીરસિંહને એવોર્ડ અપાવ્યો. આ ફિલ્મ ફેસ્ટીવલમાં વાણી કપૂરને પણ ‘ચંડીગઢ કરે આશિકી’ ફિલ્મ માટે ડિસરપ્ટર એવોર્ડથી સન્માનિત કરાઈ હતી.

આ એવોર્ડ એવા પડકારજનક રોલ માટે આપવામાં આવે છે. જેને મોટા પરદા પર પહેલીવાર નિભાવવામાં આવ્યો હોય ‘ચંડીગઢ કરે આશિકી’માં વાણી ટ્રાન્સ ગર્લ બની હતી. બેસ્ટ એકટરનો એવોર્ડ જીત્યા બાદ રણવીરે કહ્યું હતું કે હું આઈ એફ એફ એમના બધા જયુરી મેમ્બર્સને ધન્યવાદ આપુ છું જેમણે મને મારી કેરીયરની બહેતરિન ફિલ્મ માટે એવોર્ડ આપ્યો.

આ ફિલ્મ હંમેશા મારી ફિલ્મોગ્રાફીની સૌથી પસંદગીની ફિલ્મ બની રહેશે, પરંતુ પ્રશંસાથી વધુ ફિલ્મ બનાવવાની પ્રોસેસને હું હંમેશા યાદ રાખીશ. આ મોકો આપવા માટે હું કબીર ખાન સર (નિર્દેશક)નો ખૂબ આભારી છું. જયારે વાણી કપૂરે કહ્યું હતું કે આ સન્માન મેળવીને ગૌરવ અનુભવું છું.


Related News

Loading...
Advertisement
Advertisement