સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને રોનાલ્ડોની કમાણી 20 લાખ ડોલર, કોહલીની 6.94 લાખ ડોલર

17 August 2022 10:58 AM
India Sports World
  • સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને રોનાલ્ડોની કમાણી 20 લાખ ડોલર, કોહલીની 6.94 લાખ ડોલર

સ્ટાર ફાઈટર કોનોર મૈકગ્રેગૉરનું પહેલું સ્થાન રોનાલ્ડોએ લીધું: બીજા ક્રમે મેસ્સી, ત્રીજા ક્રમે ધ રોક અને ચોથા ક્રમે કોહલી આવ્યો: કમાણી કરતાં ટોપ-10 ખેલાડીઓમાં સાત ફૂટબોલર

નવીદિલ્હી, તા.17
પ્રખ્યાત મીક્સ્ડ માર્શલ આર્ટસ (એમએમએ) ફાઈટરોમાં સામેલ કોનોર મૈકગ્રેગૉર સોશ્યલ મીડિયા પર પોસ્ટ અપલોડ કરીને સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાંથી બહાર થઈ ગયો છે. રમત થકી કમાણીના આંકડા ઉપલબ્ધ કરાવતી કંપની ‘બોનસફાઈન્ડર’ના આધાર પર આ યાદીમાં રોનાલ્ડો પ્રથમ તો વિરાટ કોહલી ચોથા ક્રમે આવ્યો છે. રોનાલ્ડો અત્યારે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને 20 લાખ ડોલર રૂપિયા તો કોહલી 6,94,509 ડોલરની કમાણી એક પોસ્ટ થકી કરે છે.

પોર્ટુગલનો રોનાલ્ડો સોશ્યલ મીડિયાથી કમાણીમાં આર્જેન્ટીનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સીના મુકાબલે બમણી કમાણી કરી રહ્યો છે. મેસ્સી અત્યારે બીજા ક્રમે છે. યાદીમાં પહેલવાન ધ રોક જોન્સન ત્રીજા ક્રમે છે. જો કે આ અંગે લોકોને હેરાની એ થઈ રહી છે કે બાકીના જે ખેલાડીઓના નામ છે તે તમામ ફૂટબોલરોના જ છે. આશ્ર્ચર્યની વાત એ છે કે લાંબા સમયથી ફૂટબોલથી દૂર થઈ ચૂકેલા ઈંગ્લેન્ડના ડેવિડ બેકહમને પણ તેમાં જગ્યા મળી છે અને તે સાતમા ક્રમે છે.

ધ નોટોરિયસના નામથી પ્રખ્યાત મૈકગ્રેગૉર અત્યારે કોઈપણ બ્રાન્ડને પ્રમોટ કરવા માટે પોતાની દરેક પોસ્ટથી 1.49 લાખ ડોલરની કમાણી કરે છે. આ ઉપરાંત સૌથી રસપ્રદ વાત એ છે કે યુ-ટયુબરથી બૉક્સર બનેલો જૈક પૉલ અને ઈંગ્લેન્ડની જ કેએસઆઈ પણ ટોપ-20માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. પૉલ બોક્સિગંની મોટી મોટી ટૂર્નામેન્ટ રમી રહ્યો છે.

યાદી પર એક નજર કરીએ તો રોનાલ્ડો સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ થકી 20 લાખ ડોલર, મેસ્સી 10 લાખ ડોલર, ધ રોક 10 લાખ ડોલર, કોહલી 6,94,509 ડોલર, નેમાર 5,84,954 ડોલર, લેબ્રાન જેમ્સ 4,28,601 ડોલર, ડેવિડ બેકહમ 2,47,763 ડોલર, કિલિયન એમબાપે 2,40,588 ડોલર, રોનાલ્ડિન્હો 2,23,769 ડોલર અને માર્સેલો 1,91,384 ડોલરની કમાણી કરે છે.


Related News

Loading...
Advertisement
Advertisement