અત્યંત નબળી નેધરલેન્ડની ટીમે સબળી ‘કહેવાતી’ પાકિસ્તાનને કરાવી બરાબરની ‘કસરત’

17 August 2022 11:00 AM
India Sports World
  • અત્યંત નબળી નેધરલેન્ડની ટીમે સબળી ‘કહેવાતી’ પાકિસ્તાનને કરાવી બરાબરની ‘કસરત’

વન-ડે મેચમાં પાકિસ્તાને બનાવેલા 314 રનના જવાબમાં નેધરલેન્ડે 298 રન બનાવી લેતાં પાક.ને મળી માંડ માંડ જીત: એશિયા કપ પહેલાં જ બોલરો ખખડી જતાં ટીમ સામે નવી ચિંતા

નવીદિલ્હી, તા.17
પાકિસ્તાન ટીમ જો નેધરલેન્ડ સામે ટકરાય છે તો કોઈ પણ વ્યક્તિ સ્કોરબોર્ડ જોયા વગર દાવો કરી જ દેશે કે આઈસીસી રેન્કીંગમાં ચોથા નંબરની બાબર આઝમની કેપ્ટનશિપવાળી ટીમ સરળતાથી જીતી જશે. જો કે ગઈકાલે થયેલા મુકાબલામાં આવું બન્યું નથી. 314 રનનોા પહાડ જેવડો સ્કોર બનાવવા છતાં પાકિસ્તાની ટીમે જીત માટે અથાગ કસરત કરવી પડી હતી.

આ મેચમાં નેધરલેન્ડની ટીમનો ભલે માત્ર 16 રને પરાજય થયો હોય પરંતુ સ્ટાર ખેલાડીઓથી ભરપૂર પાકિસ્તાની ટીમને મોટું દર્દ જરૂર મળ્યું છે. એશિયા કપ પહેલાં આ રીતે આઈસીસીની યાદીમાં 15મા ક્રમની ટીમ નેધરલેન્ડ વિરુદ્ધ બોલરોની ફેઈલ થવું પાકિસ્તાની ટીમ સામે મોટો સવાલ બની ગયું છે. નેધરલેન્ડને 314 રનના જવાબમાં નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 298 રનનો સ્કોર બનાવ્યો હતો.

નેધરલેન્ડ વિરુદ્ધ સૌથી વધુ કેપ્ટન સ્કૉટ એડવર્ડેે 71, ટૉમ કૂપર અને વિક્રમજીત સિંહે 65-65 રનની દમદાર ઈનિંગ રમી હતી. શરૂઆત અને છેલ્લે વિકેટો પડી જવાને કારણે નેધરલેન્ડને હાર મળી હતી પરંતુ જો વિકેટનું પતન ઝડપથી ન થયું હોત તો તેની જીત પાક્કી હતી. આ પહેલાં પાકિસ્તાને ફખર જમાંના 109, કેપ્ટન બાબર આઝમના 74 અને શાદાબ ખાનના તોફાની 48 રનના દમ પર 6 વિકેટે 314 રનનો સ્કોર બનાવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement