કોડીનારમાં 5, લખપત 4, સુત્રાપાડા 3.5 ઇંચ : સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ઉત્સવ

17 August 2022 11:31 AM
Veraval Gujarat Rajkot Saurashtra
  • કોડીનારમાં 5, લખપત 4, સુત્રાપાડા 3.5 ઇંચ : સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ઉત્સવ
  • કોડીનારમાં 5, લખપત 4, સુત્રાપાડા 3.5 ઇંચ : સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ઉત્સવ

જેતપુરમાં સવારે 1 ઇંચ : મોરબીમાં 2, ધ્રોલ-જોડિયામાં અઢી ઇંચ વરસ્યો : જન્માષ્ટમી પૂર્વે તમામ જિલ્લામાં ગાઢ વાદળીયો માહોલ

રાજકોટ, તા. 17
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં મેઘસવારી સતત ચાલુ રહેવા પામેલ છે અને છેલ્લા 24 કલાક દરમ્યાન 1 થી 5 ઇંચ વરસાદ નોંધવા પામ્યો છે. સૌથી વધુ ગીર સોમનાથનાં કોડીનાર ખાતે 5 ઇંચ, સુત્રાપાડામાં 3.5 ઇંચ, તાલાલામાં 2, ઉનામાં 1 અને વેરાવળમાં 2.5 ઇંચ વરસાદ પડયો હતો.

કોડીનારથી મળતા અહેવાલો મુજબ કોડીનાર તાલુકામાં છેલ્લા 24 કલાક થી સતત વરસાદ વરસતા વધુ 5 ઇંચ વરસાદ થયો થયો છે. કોડીનારમાં છેલ્લા ઘણા દિવસો થી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે સાંજના 6 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે.સમગ્ર દિવસ દરમિયાન એકધારે સતત ચાલુ રહેલા ઝરમર વરસાદને કારણે અનેક વિસ્તારો અને સોસાયટીઓમાં અને રસ્તાઓ ઉપર કાદવ કિચડનું સામ્રાજ્ય છવાયું છે.

કોડીનારમાં આજના 5 ઇંચ વરસાદની સાથે મૌસમનો કુલ વરસાદ 53 ઇંચ (1313 મી.મી.) નોંધાયો છે.કોડીનાર તાલુકાના ગીર જંગલના નજીકના ગ્રામ્ય વિસ્તારો, ઘાટવડ, જામવાળા, છાછર, સુગાળા, વડનગર, સીધાંજ, કંટાળા, ગીર દેવળી,વાલાદર, સાંઢણીધાર, અરણેજ, ફાચારિયા, પેઢાવાળા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થતા 2 થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે.

જગત તાત પોતાના મોંઘા મોલ(પાક) ને બચાવવા પોતાના ખેતરો માં મોટરો મૂકી પાણી બહાર કાઢવા ના પ્રયત્નો કરી રહ્યો છે સતત પડી રહેલા વરસાદ થી મોટાભાગ નો પાક નિષ્ફળ જવા ની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત કચ્છમાં પણ નોંધપાત્ર વરસાદ પડયો છે. જેમાં લખપતમાં 4, અબડાસા, ભચાઉ, રાપરમાં 1.5 ઇંચ તથા નખત્રાણા, ભચાઉ, ભૂજમાં 1-1 ઇંચ વરસાદ પડયો હતો.

તેમજ જુનાગઢ જિલ્લામાં પણ છેલ્લા ર4 કલાક દરમ્યાન 1 થી 1.5 ઇંચ વરસાદ પડયો હતો.જેમાં ભેંસાણમાં 1, જુનાગઢ શહેર, માળીયા, માણાવદર, મેંદરડા અને વિસાવદરમાં દોઢ ઇંચ તથા કેશોદમાં 1 ઇંચ વરસાદ પડયો હતો. અને અમરેલીનાં રાજુલામાં ર તથા વડિયા-બગસરામાં 1-1 ઇંચ વરસાદ નોંધાવા પામ્યો હતો.
ભાવનગર શહેરમાં 1 અને મહુવામાં દોઢ ઇંચ તથા બોટાદમાં 1 ઇંચ, જયારે રાજકોટ જિલ્લાનાં જેતપુરમાં આજે સવારે 1 ઇંચ તેમજ ગઇકાલે ધોરાજી, જામકંડોરણામાં એક ઇંચ અને જસદણમાં સવા ઇંચ વરસાદ પડયો હતો.

આ ઉપરાંત ગઇકાલે મોરબી શહેરમાં 2 અને ટંકારામાં દોઢ તથા જામનગરનાં ધ્રોલમાં 2, જોડિયામાં સવા બે અને જામનગર શહેરમાં 1 ઇંચ તેમજ પોરબંદર-રાણાવાવમાં એક અને કુતિયાણામાં દોઢ ઇંચ વરસાદ ગઇકાલે પડવા પામ્યો હતો.

કાલાવડનાં સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ
કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, હકુમતી સરવાણીયા, મોટી વાવડી, જાલણસર, જામવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ખરા સમયે વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. ખેતર ઉભેલ પાક પર કાચા સોના સમાન વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે સ્થાનિક નદીમાં નવા નીર પણ જોવા મળ્યા હતા. વરસાદી પાણી પગલે નવાગામ, ધુનધોરાજી, હકુમતી સરવાણીયા, જાલણસર, જામવાડી સહિતના ગ્રામ્ય વિસ્તારના મુખ્ય માર્ગો પર ફરી વળ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement