ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં બાઇક અથડાતા બે જૂથો વચ્ચે અથડામણ

17 August 2022 11:47 AM
Bhavnagar
  • ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં બાઇક અથડાતા બે જૂથો વચ્ચે અથડામણ

લાકડીઓ ઉડી : સામસામી ફરિયાદ

(વિપુલ હિરાણી) ભાવનગર તા .17 : ભાવનગરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા યુવાનને આ જ વિસ્તારમાં રહેતા શખ્સ સાથે મોટરસાયકલ અથડાઈ જતા બંને વચ્ચે બોલાચાલી થઈ જતા મામલો બીચક્યો હતો અને બંને જૂથ વચ્ચે મારામારી થતા સામસામી પોલીસ ફરિયાદ નોંધાવી હતી .

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં પાર્થ સોસાયટી રહેતા હિતકરણસિંહ રતુભા ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે પોતાના ભાઈ મહિપતસિંહના પ્રયાગરાજસિંહનું મોટરસાયકલ આજ વિસ્તાર ખાતે રહેતા જયવીર સાથે અથડાઈ જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા મીત , અલ્પેશનો દીકરો જયવીર, અલ્પેશભાઈ અને ચાર અજાણ્યા શખ્સોએ લાકડા સાથે ધસી આવી પ્રયાગરાજસિંહ તથા પિતા મહિપતસિંહ અને હિતકરણસિંહ ને ગાળો આપી લાકડા મારી ઈજા પહોંચ્યાની પોલીસ ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાઈ છે .

જ્યારે આ બનાવ અંગે સામા પક્ષે અલ્પેશ વિનુભાઈ રાઠોડે ધ્રુવરાજસિંહ ઉર્ફે રાજા, રીક્રુ, હિતકરણસિંહ મહિપતસિંહ અને પ્રયાગરાજ સિંહ વિરુદ્ધ વળતો હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા ભરતનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


Loading...
Advertisement
Advertisement