માંગરોળમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

17 August 2022 12:16 PM
Junagadh
  • માંગરોળમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

માંગરોળ 75 મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ સ્વાતંત્ર્ય પર્વ ના પાવન પ્રસંગે માંગરોળ ખારવા સમાજ ના આંગણે સમાજ ના આમંત્રણ ને માન આપી જુનાગઢ જીલ્લા કલેક્ટર આદરણીય રચિત રાજ ઈંઅજ ની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. કલેક્ટર સ્વાતંત્ર્ય પર્વ ના ભવ્ય કાર્યક્રમ મા ઉપસ્થિત રહ્યા તેમજ ખારવા સમાજ ના નવનિર્મિત શૈક્ષણિક શંકુલ ને ખુલ્લુ મુક્યો.આ પ્રસંગે દેશભક્તિ ના માહોલ થી સાગરખેડુઓ એ પોતાની હોડીઓને ત્રિરંગા સઢો મા રંગી કલેક્ટરનુ સ્વાગત કર્યુ હતુ.તેમજ માંગરોળ બંદર ખાતે શ્રી મહાવીર મચ્છીમારી સહકારી મંડળી તેમજ NETFISH- MPEDA ના માધ્યમ થી માછીમારો માછીમારી દરમિયાન પોતાની જાળ મા આવતા પ્લાસ્ટિક ને કિનારે પરત લાવી રહ્યા છે તે અભિયાન ને વધુ વેગવંતુ બનાવવા માનનીય કલેક્ટરના હસ્તે માછીમારો ને પ્લાસ્ટિક કલેક્શન બેગ નુ વિતરણ કરવામા આવ્યુ હતુ.(તસ્વીર: વિનુભાઈ મેસવાણિયા માંગરોળ)


Loading...
Advertisement
Advertisement