જુનાગઢમાં દારૂનાં ધંધામાં મનદુ:ખ થતા મહિલા સહિત છ શખ્સો દ્વારા પાઇપથી હુમલો

17 August 2022 12:17 PM
Junagadh
  • જુનાગઢમાં દારૂનાં ધંધામાં મનદુ:ખ થતા મહિલા સહિત છ શખ્સો દ્વારા પાઇપથી હુમલો

ફરીયાદીનાં હાથ પગ ભાંગી નાંખ્યા : રાયોટીંગની ફરીયાદ

જુનાગઢ,તા. 17 : ગઇકાલે એ ડીવીઝનના કોળીવાડાના નાકે બે દારુના ભાગીદારીના ધંધાર્થીઓનો વીડિયો વાયરલ થતાં લોખંડના પાઈપ વડે એક મહિલા સહિત છ શખ્સોએ હુમલો કરી હાથ પગ ભાંગી નાખી બન્ને પગના નળામાં ટાંકા આવ્યા હતા. ખીસ્સામાંથી રૂા. 700 કાઢી લીધાની ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.જુનાગઢ પંચેશ્વર રોડ દિનદયાળનગરમાં રહેતા ફરિયાદી દિલીપભાઈ બાબુ સોમાણીએ આરોપીઓ રાજુ બાવજી સોલંકી અને રેખાબેન અજય સોલંકી સાથે ભાગમાં દારુનો ધંધો કરતા હોય

તે સ્થળનો મોબાઈલ રેકોર્ડીંગ કરી અન્યને આપેલ હોય જેમાં પોલીસે દારુનો કેસ કરેલ હોય તે વાતનો પૂર્વાગ્રહ રાખી આરોપીઓ રાજુ બાવજી સોલંકી, રેખાબેન, દેવ રાજુ સોલંકી, નસરો ડાડો અને યોગેશ રહે. તમામ દીનદયાળનગરવાળાઓએ એક સંપ કરી આરોપીઓ ગૌરવ ઉર્ફે ગભરુ, દેવ રાજુ, નસરો ડાડો, યોગેશે લોખંડનાં પાઈપો સાથે તુટી પડ્યા હતા. બન્ને પગમાં ઇજા કરતાં એક હાથ-પગને ભાંગી નાખી મોબાઈલ ફોન તોડી નાખ્યો હતો તેમજ ખીસ્સામાંથી રોકડ 700 કાઢી લીધાની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એન.વી. આંબલીયાએ તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement