ચોમાસુ પેટર્ન બદલાતા મીઠાના ઉત્પાદનમાં ઘટાડો

17 August 2022 12:19 PM
Ahmedabad Gujarat
  • ચોમાસુ પેટર્ન બદલાતા મીઠાના ઉત્પાદનમાં ઘટાડો

ઔદ્યોગિક મીઠાના ભાવમાં 70%નો વધારો

અમદાવાદ: દેશમાં મીઠાના ઉત્પાદનનું હબ ગણાતા ગુજરાતમાં મીઠુ પકાવવાની સીઝન કુદરતી સહિતના કારણોથી ઓછી થતી જાય છે. વધુ પડતો વરસાદ એ મીઠા ઉદ્યોગ માટે સાનુકુળ નથી અને તેના કારણે છેલ્લા બે વર્ષમાં મીઠાનું ઉત્પાદન 10% ઘટયું છે.

જેના કારણો ઔદ્યોગીક મીઠાના ભાવમાં 100% જેવો વધારો થયો છે. ઔદ્યોગીક મીઠા એ સોડાએશના ભાવ રૂા.700 માંથી રૂા.1200 થયા છે જે છેલ્લા ચાર વર્ષમાં 70%નો વધારો સૂચવે છે.

જયારે ખાદ્યમીઠાના ભાવમાં 20%નો વધારો થયો છે. 2018-19થી ગુજરાતમાં મીઠાનું ઉત્પાદન જે 244.16 લાખ ટનનું હતું તે 2021-22માં 216.39 લાખ ટન થયું છે. જો કે હવે તેમાં રીકવરી આવી છે અને 227.65 લાખ ટન ઉત્પાદન નોંધાયું છે. ખાસ કરીને ચોમાસાની પેટર્ન બદલાતા મીઠાના ઉત્પાદનને અસર થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement