જુનાગઢ: લમ્પી વાયરસથી મ.ન.પા.નાં વોર્ડમાં 8 ગાયોનાં મોત નિપજયા

17 August 2022 12:20 PM
Junagadh
  • જુનાગઢ: લમ્પી વાયરસથી મ.ન.પા.નાં વોર્ડમાં 8 ગાયોનાં મોત નિપજયા

વોર્ડમાં પાણી સહિતની સુવિધાઓનો સંપૂર્ણ અભાવ: ખુલ્લામાં ધ્રુજતા પશુઓ

જુનાગઢ તા.17 : પશુપાલન વિભાગ દ્વારા જુનાગઢ જીલ્લામાં એકપણ પશુનું લમ્પી વાયરસથી મોત નતી થયાનો દાવો પોકળ સાબીત થઈ રહ્યો છે. માળીયા પંથકના આંબેચા ગામમાં અનેક ગાયો આ વાયરસથી ગૌલોકમાં પહોંચીના અહેવાલ સામે આવ્યા છે. જુનાગઢ મનપાએ બનાવેલા આઈસોલેશન વોર્ડમાં જ સાતથી આઠ ગાયોના મોત નોંધાયા છે. આઈસોલેશન વોર્ડમાં જ ગાય અને ગૌવંશને આવા વરસાદ અને પવનમાં ખુલ્લામાં રખાય છે ચારો સાવ ભીનો પલડી ગયો છે. પાણીની યોગ્ય વ્યવસ્થા જ નતી જેથી ગૌ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.

લમ્પી વાયરસે જીલ્લામાં ભરડો લીધો છે ત્યારે પશુપાલન વિભાગ દ્વારા દાવો કરાય છે કે લમ્પી વાયરસતી એક પણ પશુઓના મોત રસીકરણ બાદ મોત થયા નથી તેની સામે માળીયા હાટીના પંથકમાં અનેક પશુઓના મોત સામે આવ્યા છે. જુનાગઢમાં લમ્પી વાયરસ વોર્ડ બનાવાયો છે જયાં લમ્પી વાયરસના પશુઓને રાખવામાં આવ્યા છે. બે દિવસ પહેલા એક ગાય કાદવમાં મૃત્યુ પામેલી હાલતમાં મળી આવી હતી. એક ગાય જીવન મરણ વચ્ચે પડી હતી. જેથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા કર્યા હતા.

સતત વરસતા વરસાદમાં પશુઓ ખુલ્લામાં રાખવામાં આવ્યા છે. ચારો ભીનો થઈ જવા પામ્યો છે. નાના વાછરડા ખુલ્લામાં વરસાદથી ભીંજાતા ધ્રુજતા હોય છે. પાણીની કુંડી પણ નથી. માત્ર ડોલથી પાણી રાખવામાં આવી છે, લમ્પી વાયરસથી 8 ગાયો ગૌલોકમાં જવા પામી છે. અબોલ પશુઓના મોતના આંકડા પણ છુપાવવામાં આવી રહ્યા છે. તેની સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આઈસોલેશન વોર્ડ શેડમાં ચારો-પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેમજ લમ્પીગ્રસ્ત પશુઓની દેખભાળની વ્યવસ્થાની માંગ ઉઠવા પામી છે.


Loading...
Advertisement
Advertisement