નખત્રાણાના બીડાયારા ગામની સીમમાં પવનચક્કીના તારના કારણે મોરનો ભોગ લેવાયો

17 August 2022 12:25 PM
kutch
  • નખત્રાણાના બીડાયારા ગામની સીમમાં પવનચક્કીના તારના કારણે મોરનો ભોગ લેવાયો
  • નખત્રાણાના બીડાયારા ગામની સીમમાં પવનચક્કીના તારના કારણે મોરનો ભોગ લેવાયો

(ગની કુંભાર) ભચાઉ તા.17
નખત્રાણાના બાડીયારાના સીમાડામા પવનચક્કીના કારણે અનેક મોરના મરણ થઈ ચુક્યા છે. વનતંત્ર માત્ર કામગીરી કરવા ખાતર પંચનામા કરી સંતોષ માની લેતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિકના મામદ સંઘારે પવનચક્કીઓ નિર્માણ સામે અંકુશ લાવવાની વાત કરી હતી. તો ગ્રામજનો દ્વારા મોરના અપમૃત્યુ બદલ પવનચક્કી કંપનીઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી સંબધિત તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે

એવી માગ કરાઈ હોવાનું લખન દેસાઈએ જણાવ્યું હતું. સ્થાનિકોએ પવનચક્કીની કંપની સામે દંડનીય કાર્યવાહી કરવાની માગ કરી કચ્છમાં વ્યાપકપણે લાગેલી પવનચક્કી અને તેના પસાર થતા વીજતારના કારણે અન્ય પક્ષીઓની સાથે રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. નખત્રાણાના બાડીયારા ગામની સીમમાં રાષ્ટ્રીય પર્વેજ રાષ્ટ્રીય પક્ષી મોરનું પવનચક્કીના વીજતારમાં ફસાઈ જવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ પહેલા પણ અહીં 6 જેટલા મોરના મરણ થઈ ચૂક્યા છે. જેને લઈ સ્થાનિક લોકોમાં પવનચક્કીના ફેલાવા પર નારાજગી પ્રવર્તી રહ્યાનું જાણવા મળ્યું છે.


Loading...
Advertisement
Advertisement