ભચાઉના વોંઘમાં શખ્સે પરિણિતાની છેડતી કરીને ધોકો માર્યો: ગુન્હો નોંધાયો

17 August 2022 12:27 PM
kutch
  • ભચાઉના વોંઘમાં શખ્સે પરિણિતાની છેડતી કરીને ધોકો માર્યો: ગુન્હો નોંધાયો

(ગની કુંભાર) ભચાઉ તા.17 : ભચાઉ તાલુકાના વોંધમાં શખ્સે પરિણીતાની છેડતી કરી મારથ માર્યો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ વોંધમાં જમનશા પીરની દરગાહ તરફ જતા રસ્તા ઉપર ગત બપોરે 3 વાગ્યાના અરસામાં બન્યો હતો. કુંજીસરના આરોપી રવજી ખમુ કોલીએ પરિણીતાની રસ્તામાં છેડતી કરી હતી

તેમજ અપશબ્દો કહી મહિલા અને સાહદેને ધોકા મારી હાથના ભાગે ઈજા પહોંચાડી હતી. પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભચાઉ તાલુકામાં વધતી ગુનાખોરી ચીલ ઝડપ લૂંટ છેડતી ફ્રોડ જેવા અનેક બનાવો બની રહ્યા છે કાયદાના રક્ષકો ઉપર સવાલ પણ ઊભા થયા છે તેવું સ્થાનિક લોકોના લોકમુર્ખે ચર્ચા રહ્યું હતું.


Loading...
Advertisement
Advertisement