ૐ નમ: શિવાય સ્તુતિનું રહસ્ય

17 August 2022 12:32 PM
Dharmik
  • ૐ નમ: શિવાય સ્તુતિનું રહસ્ય

ૐ નમ: શિવાયની સ્તુતિ શિવ પરમાત્માની મહિમાના સારરૂપને સ્પષ્ટ કરે છે.
► ૐ અર્થાત- હું (અહમ) એક આત્મા
► નમ: અર્થાત - નમન કરૂ છું

► શિવાય અર્થાત - શિવ પરમાત્માને

આમ, હું આત્મા પરમાત્મા શિવને નમન કરૂ છું. નમન કરવા એટલે મસ્તક નમાવવાની સાથે સ્વયંને આસુરી સ્વભાવ અને વ્યર્થ સંસ્કારોના કચરાને શિવ સામે નમાવવા એટલે કે નરમ બનાવવા, છોડવા કે પરિવર્તન કરવા અને તેમની યાદથી ફરી દૈવી સંસ્કારો જેવા કે મધુરતા, નમ્રતા, ધીરજ, શાંતિ, પવિત્રતા, સત્યતા, સરળતા, પરોપકારિતા, અહિંસકતા વગેરેને ધારણ કરવા કે સમાવી સ્વયંને મૂલ્યવાન બનાવવા. એજ સતયુગી દુનિયાનું ભારતનું ગાયન છે જેને સ્વર્ણિમ ભારત કહેવાય છે. ત્યાં સર્વ મનુષ્ય શ્રેષ્ઠ સંસ્કારોવાળા અને આપસી સહયોગ, પ્રેમથી રહેતા હતા તે જ દુનિયાની સ્થાપના સ્વયં શિવ પરમાત્માએ કાલચક્રના અંતિમ ચરણમાં આવીને કરી હતી તેવું ગાયન છે.

આવો, સર્વ દ્રઢતાપૂર્વક આ મંત્રના અર્થમાં ખોવાઇ જઇએ તેના સાચા અર્થમાં ધારણ કરીએ, જે ફરી નવી સતયુગી દુનિયા લાવશે.

હર હર મહાદેવ...નો અર્થ :
ભગવાનનું એક નામ ‘હરી’ પણ છે. પરિણામે ભગવાનના ઘરને ‘હરિનું દ્વાર’ કે ‘હર દ્વાર’ કહેવાય છે. હરી કે જે દુ:ખ, શોક, રોગ વગેરે હરનાર કે દૂર કરનાર. માટે જ શિવની મહિમાનું ગાયન છે- દુ:ખ હર્તા, સુખ કર્તા. વર્તમાન સમયે સૌ કોઇને કોઇ પ્રકારે દુ:ખી, રોગી છે. ત્યારે તો સ્તુતિ કરે છે- ‘હર હર મહાદેવ... હે દેવોના પણ દેવ અમારા દુ:ખ હરો’ જો મનુષ્ય સુખની દુનિયામાં હોય તો મન-મુખેથી ‘હર હર મહાદેવ.. એ શબ્દ જ ન નીકળે.

શિવ પરમાત્મા સૌને દુ:ખની જંજીરોમાંથી છુટવાનો સહજ માર્ગ બતાવી રહ્યા છે અને સુખમયી સ્વર્ણિમ દુનિયામાં જવા માટેની યુકિતઓ બતાવી ફરી દૈવી મૂલ્યોથી આપણને સજાવી રહ્યા છે. તો પછી આ તક ચુકવી ન જોઇએ. અત્યારનો જ સમય છે તેમને યથાર્થ રીતે યાદ કરી તેમની શરણ લેવાનો અર્થાત તેમના બની જવાનો.


Related News

Loading...
Advertisement
Advertisement