આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ભૂજની મુલાકાતે: સંવાદ

17 August 2022 12:38 PM
kutch
  • આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ભૂજની મુલાકાતે: સંવાદ

(ગની કુંભાર) ભચાઉ તા.17 : જેમ જેમ આમ આદમી પાર્ટી સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાતો અને ગેરંટીની જાહેરાત કરવામાં આવે છે એમ એમ સમગ્ર ગુજરાત માથી ભાજપ, કોંગ્રેસ, અન્ય પક્ષ, સામાજિક સંગઠનો, સમાજસેવકો, મહંતો, સામન્ય માણસો આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને વધાવી રહ્યા છે

ત્યારે આજે ભુજ સેવન સ્કાય ક્લાર્ક હોટેલમાં શિક્ષણના મુદ્દા પર સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત મા દિલ્હી જેવી અદ્યતન શાળાઓ બનાવવી,દરેક વિદ્યાર્થીઓને મફત શિક્ષણ, શિક્ષકોની ભરતી કરવી અને પ્રવાસી શિક્ષકોનું શોષણ બંધ કરી યોગ્ય વેતન આપવુ વગેરે ગેરંટી કેજરીવાલ સાહેબ એ આપી હતી અને વિદ્યાર્થીઓ તથા લોકોમાં ઉત્સાહનો માહોલ હતો

આ તકે રાપર તાલુકાના પૂર્વ ભાજપ યુવા પ્રમુખ અને રબારી સમાજ ના અગ્રણી અરજણભાઇ રબારી અને હરિભાઈ રબારી આમ આદમી પાર્ટીમાં ઇસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા, પ્રોફેસર સંદીપ પાઠક કૈલાશભાઈ ગઢવી, જીતેન્દ્ર ઠકકરની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અરજણભાઇને પાર્ટીમાં જોડવા માટે હિતેશભાઈ મકવાણા અને વરજાંગભાઈ રબારી ખુબ જહેમત ઉઠાવી હતી.


Loading...
Advertisement
Advertisement