ભચાઉ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

17 August 2022 12:38 PM
kutch
  • ભચાઉ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી

ભચાઉ,તા.17
સ્વતંત્ર પર્વની સમગ્ર દેશમાં ઠેર ઠેર ઊજવણી થઈ રહી છે ત્યારે આજે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્રતા પર્વ નિમિત્તે ભચાઉ શહેરમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે સ્વતંત્રતા દીવસની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોના હસ્તે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. બાળકો દ્વારા આમત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.

કસલ થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ દ્વારા સાસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને જિલ્લા લેવલ પર વિજેતા થયેલા વિદ્યાર્થીઓને તથા કાર્યક્ર્મમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્ર્મમાં ખાસ અતિથિ તરીકે અક્ષયપાલસિંહ ઝાલા, તથા ધ્રબ ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અદ્રેમાન જુસલ અને અબ્બાસભાઈ જોડાયા હતા, કાર્યક્ર્મને નિહાળવા વિદ્યાર્થીઓના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા ફાધર રેજી તેમજ શિક્ષક સ્ટાફે જહેમત ઉઠાવી હતી (તસ્વીર: ગની કુંભાર(ભચાઉ)


Loading...
Advertisement
Advertisement