રાપર તાલુકાના ફતેહગઢ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

17 August 2022 12:40 PM
kutch
  • રાપર તાલુકાના ફતેહગઢ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

ભચાઉ,તા.17 : રાપર તાલુકાના ફતેહગઢ ખાતે તિરંગા યાત્રા બાઈક રેલી યોજી આઝાદી ના અમૃત મોહત્સવ વર્ષ તથા દેશના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રને એકતાને તાંતણે બાંધી સ્વાભિમાન સાથે રાષ્ટ્ર ભક્તિના મહા અભિયાન સમા ઘર ઘર તિરંગા તથા 15 ઑગસ્ટ પ્રજાકસ્થાન દિવસના શુભ અવસર પર ફતેહગઢ તાલુકા પંચાયત બેઠક ના યુવા ઉત્સાહી સદસ્ય ભાવેશભાઈ દેવરાજભાઇ પટેલ દ્વારા એકતા તિરંગા યાત્રા બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ, જે તિરંગા યાત્રા સવારે 7:30 કલાકે ફતેહગઢ ત્રણ રસ્તા આવેલ ઉચ્ચ માધ્યમિક શાળાના પ્રારંભ કરવામાં આવી જેમાં સર્વે ગામોના અંદાઝે 350 થી વધુ યુવાનો જોડાયા

જે રેલી ફતેહગઢ થી માંજુવાસ ત્યાંથી મોમાયમોરા વાગડ ના દેવી માં મોમાઈના દર્શન કરી મોડા ગામ ત્યાંથી ખાંડેક અને ત્યાંથી દેવીસર મુકામે પહોંચેલ રેલીના સમાપન સમય દેવીસર થી ફતેહગઢ ની સિમમાં આવેલ પુરાણીક અયતિહાસિક શિવ મંદિર પર સ્વપન થયેલ મંદિર ના પ્રાંગણમાં મહા બાઈક રેલી સત્કાર કરવા માં આવ્યો અને ત્યાં અરજણભાઈ ડાંગર પ્રમુખ રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણ પણ હાજર રહેલ અને ભગવાન ભોલેનાથ મહાદેવ દર્શન બાદ મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ. આ તિરંગા યાત્રા માં દરેક ગામના ઉત્સાહી યુવાનો જોડાયા અને તીરંગા યાત્રા રૂટ માં આવતા તમામ ગામોમાં નાની દીકરીઓ દ્વારા રેલીને કંકુ તિલક કરીને વધાવવા માં આવી જેમાં ગામ ના પૂર્વ સરપંચ મધાભાઇ કંદરી બાબુભાઇ વાવીયા દામજીભાઇ દરજી

અને ગામના યુવાનો જોડાયા ત્યારબાદ માંજુવાસ ગામે આગેવાન પ્રતિનિધિ આલાભાઈ આહીર મોમાયમોરા ગામ ના આગેવાન પ્રતિનિધિ રમેશભાઈ દાદલ મોડા ગામ ના પ્રતિનિધિ આગેવાન આંબાભાઈ વેરાત અને ખાંડેક ના અગેવાનનો તેમજ આ ભવ્ય તિરંગા યાત્રા બાઈક રેલી ને સફળ બનવવા યોગદાન આપનાર નારણભાઇ આર ડાંગર, પ્રમુખ માંજુવાસ સહકારી મંડળી જીવાભાઈ વાવીયા - ટ્રસ્ટી ફતેહગઢ લેવા પાટીદાર યુવા ચેરીટેબલ ટ્રસ્ટ કાનજીભાઈ ચૌધરી, પ્રમુખ ચૌધરી પટેલ યુવા મંડળ મહેન્દ્રભાઈ રાજપૂત, રાણાભાઇ પી ડાંગર, હરેશભાઇ ડાંગર, દશરથભાઈ આહીર, કૃપાલભાઈ દાદલ, રાણાભાઇ આહીર - ભગવાનભાઇ રબારી ખાંડેકના સાગરભાઈ ખાંડેકા હરેશભાઇ વાવીયા, મહેન્દ્રભાઈ ભી રાજપૂત. આ તમામ સહયોગી શ્રીઓ ની મહેનતે સફળતા પૂર્વક આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું.


Loading...
Advertisement
Advertisement