જન્માષ્ટમીના તહેવારોમાં જાહેર માર્ગો પર ગંદકીના થર : લોકોના આરોગ્ય પર જોખમ

17 August 2022 12:56 PM
Porbandar
  • જન્માષ્ટમીના તહેવારોમાં જાહેર માર્ગો પર ગંદકીના થર : લોકોના આરોગ્ય પર જોખમ

માધવપુર(ઘેડ), તા. 17 : માધવપુર (ઘેડ) ગામે જન્માષ્ટમીના તહેવારો શરૂ થયા છે. ત્યારે જાહેર માર્ગો પર કચરા અને ગંદકીના થર જામ્યા છે. જેના કારણે લોકોના આરોગ્ય પર જોખમ ઉભુ થયું છે. તાવ અને ઉધરસના વાયરા વધતા દવાખાનામાં દર્દીઓની કતાર જોવા મળી રહ્યા છે. કચરો-ગંદકીના મુદ્દે અનેકવાર તંત્રમાં રજુઆત કરવા છતાં કોઇ પગલા લેવાતા નથી. વણકરવાસમાં ગટરના પાણી છલકાતા ભારે દુર્ગંધ ફેલાય છે. પોરબંદરથી માંગરોળના માર્ગ પર ગંદકી કચરાના ઢગલા છે. તંત્ર આ અંગે પગલા લે તેવી માંગ છે.

અનુસુચિત જાતિને ન્યાય આપો
માધવપુર(ઘેડ)માં અનુસુચિત જાતિના વર્ગને અન્યાય થઇ રહ્યો છે. વિવિધ પ્રશ્ર્નો અંગેની રજુઆતો પોરબંદર જીલ્લા કલેકટરમાં કરવામાં આવી છે છતાં હજુ કોઇ પગલા ભરવામાં આવતા નથી.

પોલીસ બંદોબસ્ત
માધવપુર (ઘેડ)ના કુંભારવાડા સોબારી સાગર શાળા સુધી પોલીસ બંદોબસ્ત રાખવા જનતામાં માંગ ઉઠી છે. આ માર્ગ પર અસામાજિક તત્વોનો ત્રાસ છે. લોકોને આ માર્ગ પરથી પસાર થવું આકરૂ થઇ રહ્યું છે.


Loading...
Advertisement
Advertisement