ઊના ગીરગઢડાની જીવાદોરી રાવલ ડેમ ઓવરફલો 19 ગામને એલર્ટ કરાયા

17 August 2022 12:59 PM
Veraval
  • ઊના ગીરગઢડાની જીવાદોરી રાવલ ડેમ ઓવરફલો 19 ગામને એલર્ટ કરાયા

ઊના,તા.17 : ઊના ગીરગઢડાની રાવલ ડેમમાં પાણીની આવક વધતાં ડેમ તેમના ડીઝાઈન સ્ટોરેજ પ્રમાણે હાલ જળાશય 90% સપાટીએ ભરાઇ ગયેલ હોય અને જળાશયનુ લેવલ 147.755 મીટર અને ઉંડાઇ 17.90મીટર થયેલ છે અને જીવંત જથ્થો 21.4059 મી.ધ.મી છે જેથી ડેમનુ રૂલ લેવલ 147.555 મી. થયેલ. જ્યારે પણ ડેમનુ લેવલ આપેલ રૂલ લેવલથી વધારે લેવલ થયે ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવામા આવશે. જેથી નિચવાસના ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકાના ગામ લોકોને હાઇએલટે કરવા સાવચેત કરવામાં આવેલ નદીના પટમા અવર જવર ન કરવા તેમજ ઢોર ઢાખર અને વાહન ન લઈ જવા ચેતવણી અપાય હતી. તાલુકાના ગીર-ગઢડા, ચિખલકુબા, જસાધાર, ધોકડવા, મોહબતપરા, કાંધી, મોટા-સમઢીયાળા, પડપાદર, પાતાપુર, ઉમેજ, સામતેર, કાણકબરડા, રામેશ્વર, ગરાળ, મોઠા, સંજવાપુર, માણેકપુર, સનખડા, ખત્રીવાડા સહીતના ગામોને એલર્ટ કરાયા છે.


Loading...
Advertisement
Advertisement