વાસાવડમાં બે ગાયના શંકાસ્પદથી અરેરાટી

17 August 2022 01:03 PM
Gondal
  • વાસાવડમાં  બે ગાયના  શંકાસ્પદથી અરેરાટી
  • વાસાવડમાં  બે ગાયના  શંકાસ્પદથી અરેરાટી

એક ગાયનું દેશી દારૂનો આથો ખાઈ જવાથી અને બીજીનું બીમારીથી મોત થયાની ચર્ચા : બે મહિલા સહીત ચારની દારૂના આથા સાથે ધરપકડ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.17: તાલુકા ના વાસાવડ મા બે ગાયો ના મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.દેશી દારુ નો આથો ખાઇ જવાથી મોત નિપજ્યા ની ચર્ચાઓ વચ્ચે પોલીસે એક ગાય બીમારી થી અને એક ઝેરી પદાર્થ થી મોત ને ભેટી હોવાનુ જણાવી બે મહીલાઓ સહિત ચાર શખ્સો ને દેશી દારુ, આથો તથા સાધનો સહિત ઝડપી લઈ કાયઁવાહી હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ વાસાવડ ના સુંદરનગર નજીક બે ગાયો મૃત હાલત મા મળી આવતા દોડી ગયેલા આઉટપોસ્ટ જમાદાર જગદીશભાઈ એ પશુ ડોક્ટર નો સંપર્ક કરી ગાયો ના પીએમ માટે તજવીજ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ એક ગાય નુ બીમાર હોવા થી તથા બીજી ગાય નુ ઝેરી પદાર્થ ખાઇ જવાથી મોત થયાનુ પશુ ડોક્ટરે જણાવ્યુ છે.એફએસએલ ની મદદ લેવાયા નુ પણ જણાવ્યુ હતુ..બીજી બાજુ આ વિસ્તાર મા દેશીદારુ ની ભઠ્ઠીઓ ધમધમતી હોય દારુ નો આથો ખાઇ જવાથી ગાયો ના મોત નિપજ્યા ની ચર્ચાઓ એ વેગ પકડતા સફાળી જાગેલી પોલીસે દરોડો પાડી દેવીપુજક હરેશભાઈ જીલુભાઇ વાઘેલા,શાયર ચંદુભાઇ વાઘેલા,હંસાબેન જીલુભાઇ વાઘેલા તથા અંજુબેન કિશોરભાઈ વાડોદરીયા ને દારુ ના કેરબા,ગોળ ના ડબ્બા,તથા માલસામાન સાથે જડપી લઈ કાયઁવાહી કરી હતી.


Loading...
Advertisement
Advertisement