એ...હાલો: સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી લોકમેળાઓના પ્રારંભ

17 August 2022 01:11 PM
Rajkot Saurashtra Top News
  • એ...હાલો: સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી લોકમેળાઓના પ્રારંભ
  • એ...હાલો: સૌરાષ્ટ્ર-કચ્છમાં આજથી લોકમેળાઓના પ્રારંભ

► કોરોનાના બે વર્ષ બાદ ઠેરઠેર યોજાતો લોકમેળો: લોકોમાં અનેરો ઉત્સાહ-ઉમંગ

► રાજકોટમાં મુખ્યમંત્રીના હસ્તે સાંજે લોકમેળાનું તથા રામવનનું ઉદ્ઘાટન: જેતપુરના લોકમેળાની આવક લોક સેવાના કાર્યોમાં ખર્ચાશે: ગોંડલના સંગ્રામસિંહજી હાઈ.ના મેદાનમાં આજથી લોકમેળાની રંગત: ભાવનગર, જામખંભાળિયા, અમરેલી, સહિતના ગામો શહેરોમાં લોકમેળાના આયોજનો

રાજકોટ,તા.17
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ સોમવારના બોળચોથથી થયો છે. ગઈકાલે નાગ પંચમી, આજે રાંધણ છઠ્ઠ, આવતીકાલે શીતળા સાતમ, શુક્રવારે જન્માષ્ટમી ઉજવાશે કોરોનાના બે વર્ષ બાદ જન્માષ્ટમી પર્વની ઉજવણી અનેરા ઉત્સાહ અને ઉમંગ સાથે થઈ રહી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આજથી છ દિવસનો લોકમેળો શરૂ થશે. લોકો બે વર્ષ બાદ મેળાનો આનંદ લુંટશે. રાજકોટમાં રેસકોર્ષ મેદાનમાં આઝાદીનો અમૃત લોકમેળાનું ઉદ્ઘાટન સાંજે પાંચ વાગે મુખ્યમંત્રીના વરદ હસ્તે ખુલ્લો મુકાશે છ દિવસ દરમ્યાન આજુબાજુના ગામડાઓમાંથી લોકો મેળો માણવા આવશે. તથા આજીડેમ પાસે રામવનનું નિર્માણ કરાયુ છે જેનું ઉદ્ઘાટન બપોરે 3.30 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાશે.

જેતપુર
જેતપુરમાં સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા લોકો મેળા નું આયોજન કરવામાં આવેલ છે તારીખ 17 થી 22 સુધી જેતપુરના જિમખાના મેદાન માં લોક મેળો યોજાશે આ મેળા ને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયાના હાથે ઉદ્ઘાટન કરવામાં આવશે, 6 દિવસ સુધી જેતપુર અને આસ પાસના ગામોના લોકો ને આ મેળા દ્વારા મનોરંજન પૂરું પાડવામાં આવશે,લોક મેળા ને સાંજે જેતપુરના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયા દ્વારા ખુલ્લો મુકવામાં આવશે, સાથે પોરબંદર સાસંદ રમેશભાઈ ધડુક, જિલ્લા ભાજપ પ્રમુખ મનશુખભાઈ ખાચરીયા , સહિતના ભાજપના આગેવાનો અને હોદેદારો હાજર રહશે,

આ મેળામાં જેતપુર મોટી હવેલીના જેજે બાલકૃષ્ણલાલજી મહારાજ અને સ્વામિનારાયણ મંદિર ગાદી સ્થાનના મહંત નિકંઠચરણદાસજી ખાસ હાજર રહેશે આ મેળા ના આયોજન ને સફળ બનાવવા માટે સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ના મેળા ના પ્રોજેક્ટ ક્ધસલ્ટન્ટ જેન્તીભાઇ રામોલીયા, વસંતભાઈ પટેલ, પ્રવીણભાઈ ગજેરા, અરવિંદભાઈ વોરા સહિતના વ્યક્તિઓ મહેનત કરી હતી સાથે સાથે સંસ્થાના પ્રમુખ મનહરભાઈ વ્યાસ પ્રોજેક્ટ ચેરમેન અમિત ટાંક ની ટિમ ખુબજ મહેતન કરી રહ્યા છે સૌરાષ્ટ્રની ઓળખ સમાન એવો ભાતીગળ લોક મેળો એટલે જન્માષ્ટમીનો લોક મેળો, કોરોના કાળ બાદ જેતપુરમાં જન્માષ્ટમીના લોકો મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

મેળામાં રાત્રી દરમિયાન અનેક મનોરંજનના કાર્યક્રમો નું આયોજન કરવાં આવેલ છે, જેમાં મ્યુઝિકલ નાઈટ સાથે સાથે લોકોને હસાવા માટે હાસ્ય દરબારનું પણ આયોજન કરેલ છે મેળાના આયોજન માંથી સીટી કાઉન્સિલ ઓફ જેતપુર ને જે આવક થશે તે તમામ જેતપુરમાં જાહેર સેવા માં વાપરવામાં આવશે, સીટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા જેતપુરમાં અનેક જાહેર સેવાકીય કામો કરી ચુકી છે , જેતપુરમા જાહેર બગીચાનું નિર્માણ કરવાનું હોય કે સ્મશાનમાં વિદ્યુત સ્મશાન બનવાનું હોય, સ્મશાનમાં પાકા પ્રાર્થના હોલ બનાવવાના, સમહુલગ્ન નું આયોજન કરવાનું હોય સીટી કાઉન્સિલ ઓફ જેતપુર હંમેશા આગળ હોય છે

ભાવનગર
ઓગસ્ટ ના રોજ સાતમ આઠમના તહેવારોની શરૂઆતની સાથે જ જવાહર મેદાન ખાતે વિભાવરીબેન દવે પ્રેરિત જન્માષ્ટમી મેળાનો પ્રારંભ થવાનો છે. સૌરાષ્ટ્રવાસીઓને મન મેળાનું મહત્વ અનેરું હોય છે ત્યારે ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે પ્રેરિત આ જન્માષ્ટમી મેળામાં ભાવનગરના ગરીબ અને જરૂરિયાતમંદ 51,000 બાળકોને રાઇઝ્ડ કે ચકડોળમાં બેસવા મળે એ માટે ફ્રી પાસ અપાયા છે. ભાવનગર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની આંગણવાડીમાં નોંધાયેલ 12,000 બાળકો અને મ્યુ. કોર્પો સ્કૂલમાં અભ્યાસ કરતા 24,000 બાળકોને આ ફ્રી પાસ પહોંચાડી અપાયા છે

અને રાઈડ્ઝ માટેના બાકીના ફ્રી પાસોનું વિતરણ વોર્ડ વાઇઝ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વરસાદ વિઘ્નરૂપ બને તો વ્યવસ્થાને પહોંચી વળવા આયોજકો કટિબદ્ધ છે. ‘યારા તારી યારી’ અને ‘તુજ મારી પ્રીત છે’ ગીતોથી જાણીતા થયેલા સુપ્રસિદ્ધ કલાકાર જીગ્નેશ કવિરાજ આ જન્માષ્ટમી મેળાના પ્રારંભના પ્રથમ દિવસથી રંગત જમાવવાના છે ત્યારે ભાવનગરની જનતા આ મેળામાં બહોળી સંખ્યામાં ભાગ લે તેવો ભાવનગર પૂર્વના ધારાસભ્ય વિભાવરીબેન દવે તેમજ જન્માષ્ટમી કમિટી સૌને અનુરોધ કરે છે.

અમરેલી
અમરેલી નગર પાલિકા દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિતે શહેરની મઘ્યમાં ફોરવર્ડ હાઈસ્કૂલના પટાંગણમાં સ્વાતંત્ર્ય દિનના રોજ ભવ્ય લોકમેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર જિલ્લાના આગેવાનો, શહેરીજનો, નગરપાલિકાના સદસ્યો સહિતના લોકો ઉપસ્થિત રહયા હતા.છેલ્લા બે વર્ષથી કોરોનાના કાળમાં લોકમેળો યોજાયો ન હોય ત્યારે બે વર્ષ બાદ આ લોકમેળાનું આયોજન કરવામાં આવતા શહેરીજનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.

ખંભાળિયા
ખંભાળિયાની ન્યુ રામનાથ સોસાયટીમાં આવેલી શ્રી દ્વારકાધીશની હવેલી ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે આગામી શુક્રવાર તારીખ 19 તથા શનિવાર તારીખ 20ના રોજ વિવિધ દર્શનોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.જન્માષ્ટમી નિમિત્તે શુક્રવારે વહેલી સવારે મંગલાના ભીતર દર્શન, સવારે 7:30 થી 8 વાગ્યા સુધી પંચામૃતના દર્શન, સવારે 9:15 થી 11 વાગ્યા સુધી તિલકના દર્શન બપોરે 1 વાગ્યે રાજભોગના દર્શન, સાંજે છ થી આઠ વાગ્યા સુધી સંધ્યા દર્શન તેમજ સાત વાગ્યે આરતીના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ પ્રસંગે રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી પણ કરવામાં આવશે. આ સાથે શનિવારે સવારે 9 થી 11 વાગ્યા સુધી પલનાના દર્શન વિગેરેનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને હવેલીના મુખ્યાજી દ્વારા અપીલ કરવામાં આવી છે.

ગોંડલ
ગોંડલ નગરપાલીકા દ્વારા પરંપરાગત ભાતીગળ સાંસ્કૃતિક લોકમેળા નુ આયોજન સંગ્રામસિહજી હાઇસ્કૂલ ના મેદાન મા તા.17 થી તા.23 દરમ્યાન કરાયુ છે.સૌરાષ્ટ્ર માં આકષઁણ નાં કેન્દ્ર સમા ગોંડલ નાં લોકમેળા નુ ઉદ્ઘાટન તા.17 બુધવાર નાં રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી ના હસ્તે સાંજે છ કલાકે થનાર છે.લોકમેળા માં તા.18 થી તા.23 દરમ્યાન રાત્રી નાં કૃષ્ણ જન્મોત્સવ, લોકડાયરો,મ્યુઝિકલ નાઈટ સહિત રંગારંગ કાર્યક્રમ યોજાશે. લોકમેળા ને લોકો મનભરી ને માણી શકે તે માટે નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ, કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા,મેળા કમીટી ના ચંદુભાઇ ડાભી સહિત ના સદસ્યો વ્યવસ્થા જાળવી રહ્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement