સોરઠ પંથકમાં મેઘસવારી : ગિરનારમાં ચાર ઇંચ વરસાદ

17 August 2022 01:25 PM
Junagadh
  • સોરઠ પંથકમાં મેઘસવારી : ગિરનારમાં ચાર ઇંચ વરસાદ

જુનાગઢમાં 5 ઇંચ, કેશોદમાં બે ઇંચ, વંથલીમાં અઢી ઇંચ, વિસાવદર, માળીયામાં બે ઇંચ, માંગરોળ, માણાવદર, ભેંસાણમાં પોણા બે ઇંચ વરસાદ

જુનાગઢ, તા. 17
ગઇકાલે આખો દિવસ સતત છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. 24 કલાકમાં જુનાગઢમાં 5 ઇંચ વરસાદ ખાબકયો છે. આજે સવારે 8 થી 10માં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબકતા શહેરના રોડ રસ્તાઓમાં નદીના પુર માફક પાણી વહી રહ્યું છે. આ લખાય છે ત્યારે પણ મેઘરાજા અવિરતપણે વરસી રહ્યા છે.

24 કલાકમાં સવારે 6 સુધીમાં કેશોદમાં એક ઇંચ ભેસાણ એક ઇંચ મેંદરડા, પોણા બે ઇંચ, માંગરોળ પોણો ઇંચ, માણાવદર એક ઇંચ, મેંદરડા પોણા બે ઇંચ, માંગરોળ પોણો ઇંચ, માણાવદર દોઢ ઇંચ, માળીયા હાટીના બે ઇંચ, વંથલી પોણો ઇચ અને વિસાવદર બે ઇંચ વરસાદ 24 કલાકનો નોંધાયો છે. આજે સવારે 6 થી 8થી મેઘસવારી શરૂ થવા પામી છે.

જેમાં 8 થી 10 વચ્ચે જુનાગઢમાં બે ઇંચ કેશોદ એક ઇંચ, ભેસાણ એક ઇંચ, વિસાવદરમાં બે ઇંચ, માણાવદરમાં એક ઇચ વરસાદ બે કલાકમાં નોંધાયો છે. કેશોદમાં બે ઇંચ, જુનાગઢ શહેર તાલુકામાં સવા બે ઇંચ, ભેસાણ બે ઇંચ, મેંદરડા બે ઇચ, માંગરોળ પોણો ઇંચ, માણાવદર પોણા બે ઇંચ, માળીયા પોણો ઇચ, વંથલી સવા બે ઇંચ અને વિસાવદરમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. આ લખાય છે ત્યારે પણ જીલ્લામાં સર્વત્ર મેઘરાજા એકધારા વરસી રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement