જુનાગઢનાં જર્જરીત રસ્તાઓનો અધિકારી, પદાધિકારીઓને પ્રત્યક્ષ અનુભવ કરાવાશે

17 August 2022 01:27 PM
Junagadh
  • જુનાગઢનાં જર્જરીત રસ્તાઓનો અધિકારી, પદાધિકારીઓને પ્રત્યક્ષ અનુભવ કરાવાશે

આવતીકાલે રીક્ષામાં બેસાડી શહેરનું ભ્રમણ કરાવાશે

જુનાગઢ,તા. 17
જુનાગઢમાં એક પણ રોડ રસ્તાઓમાં એકધારા ખાડાઓ તુટેલ રોડ રસ્તાઓમાં જુનાગઢના અધિકારીઓ-પદાધિકારીઓને સહપરિવાર ઓટો રીક્ષામાં જુનાગઢમાં ભ્રમણનું ઇંજન અપાયું છે. પ્રજાને રોજબરોજની હાડમારીનો અનુભવ કરવાનાં આશયથી આ આયોજન કરાયું છે. ફોર વ્હીલમાં મહાલતા અધિકારીઓ-પદાધિકારીઓને ભાવભીનું આમંત્રણ અપાયું છે જે આમંત્રણ સ્વીકારે છે કે નકારે છે કે તેના પરથી પ્રજાપ્રેમની પરીક્ષા થશે.

જુનાગઢના એક નાગરિક તુષારભાઈ સોજીત્રાએ જુનાગઢ કલેક્ટર-કમિશનર, મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ સહિતનાઓને મેઇલ કરી જાણ કરી છે કે શહેરમાં અતિ ખરાબ ખાડાઓમાં ચાલવા-વાહન ચાલકોને પડતી હાલાકી, હાડમારી ભોગવી રહ્યા છે વાહનોમાં મોટી નુકશાનીઓ થઇ રહી છે, પ્રજાની પીડાનો અનુભવ થાય તેવા આશયથી ઓટો રીક્ષામાં ફ્રીમાં બેસાડી જુનાગઢનું પરિભ્રમણ કરવાનું આયોજન કરાયું છે.

આ આયોજન આવતીકાલે 18 ઓગસ્ટના સવારે 10 કલાકે યોજાશે, વંથલી રોડ સ્વામીનારાયણ મંદિર અક્ષરવાડીથી ઓટો રીક્ષામાં જુનાગઢમાં પરિભ્રમણ શરુ કરી મોતીબાગ થઇ કાળવા ચોક ખાતે સંપન્ન થશે, દરેક મહાનુભાવોને અલગ અલગ ઓટો રિક્ષા આપવામાં આવસે. કાર્યક્રમ સંપન્ન થયા બાદ તેઓના જુદા જુદા અનુભવો પ્રજા સમક્ષ વર્ણવાની તક આપવામાં આવશે.આવતીકાલે તા. 18ને ગુરુવારના કાર્યક્રમ પૂર્વે આજે બુધવાર તા. 17-8ની સાંજના 5 કલાક સુધીમાં જાણ કરશો. આપ અને આપના સ્નેહીઓ મળી સહ કુટુંબના કેટલા સદસ્યો ઉપસ્થિત રહેશે જેથી વ્યવસ્થા ગોઠવવામાં કોઇ ખામી ન રહી જાય તેમ તુષારભાઈ સોજીત્રાએ જણાવ્યું છે.


Loading...
Advertisement
Advertisement