શેરબજાર ‘ઝમકદાર’ : સેન્સેક્સ ફરી 60,000ને પાર : નિફટી 18,000ના માર્ગે

17 August 2022 01:58 PM
Business India
  • શેરબજાર ‘ઝમકદાર’ : સેન્સેક્સ ફરી 60,000ને પાર : નિફટી 18,000ના માર્ગે

ક્રૂડમાં મંદી, વિદેશી નાણા સંસ્થાઓની ધૂમ લેવાલી જેવા કારણોથી શેરબજારમાં ઓલરાઉન્ડ ખરીદી : સોફટવેર, ઇન્ફ્રાસ્ટ્રકચર, ફાયનાન્સ કંપનીઓના શેરોમાં કરન્ટ : એક મહિનામાં સેન્સેક્સ 11.95 ટકા ઉછળ્યો

રાજકોટ,તા. 17 : શેરબજાર ફરી એક વખત તેજીના દોરમાં આવી ગયું છે અને એકાદ મહિનાથી પલટાયેલા માનસ વચ્ચે સેન્સેક્સ ફરી 60,000ની સપાટીને ક્રોસ કરી ગયો છે. નિફટી પણ 18,000ના માર્ગે આગળ દોડવા લાગ્યો છે. શેરબજારમાં કેટલાક મહિનાની મંદી બાદ ફરી માનસ પલટા વચ્ચે તેજીનો સીલસીલો શરુ થયો છે અને સતત આગળ ધપતો રહ્યો હોય તેમ આજે હેવીવેઇટથી માંડીને રોકડાના શેરોમાં ઓલરાઉન્ડ લેવાલીથી ઉછાળો હતો.

ફુગાવો થોડો નીચો આવતા અનેફ કૃષિ સિઝન બમ્પર હોવાને કારણે આવતા મહિનાઓમાં અર્થતંત્રને પણ લાભ થવાનો આશાવાદ, ક્રૂડ તેલમાં મંદી, વિદેશી નાણા સંસ્થાઓની એકધારી લેવાલી, વ્યાજ દર વધારામાં હવે બ્રેક લાગવાની શક્યતા જેવા કારણોથી માર્કેટ તેજીમાં આવી ગયું છે. આ સ્થિતિમાં રીટેઇલ ઇન્વેસ્ટરો પણ ફરી વખત મોટાપાયે ખરીદીમાં ઝંપલાવવા લાગ્યા હોવાથી સમગ્ર માનસ જ બદલાઈ ગયું છે. જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે ક્રૂડ નીચુ આવવા લાગતા અને ડોલર સામે રુપિયો પણ સ્ટ્રોંગ થવા લાગતા આવતા દિવસોમાં મોંઘવારીમાં રાહત મળવાનો આશાવાદ ઉભો થયો છે.

તેને પગલે સમગ્ર અર્થતંત્રને રાહત મળી શકે તેમ હોવાના આશાવાદથી માનસ બદલાયું છે. વિદેશી સંસ્થાઓ જંગી ખરીદી કરતી હોવાથી પણ તેજીને મજબૂત ટેકો મળ્યો છે. શેરબજારમાં આજે મોટાભાગના શેરો ગ્રીન ઝોનમાં રહ્યા હતા. બજાજ ફિન સર્વિસમાં 900 રુપિયાથી વધુનો તોતીંગ ઉછાળો હતો. બજાજ ફાયનાન્સ, ભારત પેટ્રોલીયમ, અદાણી પાવર, યસ બેન્ક, ભારતી એરટેલ, હિન્દ લીવર, ઇન્ફોસીસ, રિલાયન્સ, ટીસીએસ, વિપ્રો વગેરે શેરો ઉંચાકાયા હતા. એપોલો હોસ્પિટલ, કોટક બેન્ક, મહીન્દ્ર, મારુતિ જેવા કેટલાક શેરો નબળા હતા.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 300 પોઇન્ટના ઉછાળાથી 60,142 સાંપડ્યો હતો જે ઉંચામાં 60219 તથા નીચામાં 59857 હતો. નિફટી 88 પોઇન્ટ વધીને 17913 હતો જે ઉંચામાં 17937 તથા નીચામાં 17833 હતો. કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયો 25 પૈસા ઉછળીને 79.40 સાંપડ્યો હતો. શેરબજારનાં નિષ્ણાંતોના કહેવા પ્રમાણે લાંબી મંદીની આશંકા હવે ખોટી પડી રહી છે.

નિફટી હવે ઓલટાઇમ હાઈથી 4.3 ટકા દૂર છે. વિશ્ર્વબજારોમાં સમાન હાલત છે. અમેરિકી નાસ્ડેક જૂન મહિનામાં તળિયે પહોંચ્યા બાદ તે લેવલથી 24 ટકા ઉંચકાઈ ગયો છે. અમેરિકામાં પણ વ્યાજ દર વધારો હવે આક્રમક નહીં રહેવાનાં આશાવાદથી સારી અસર થઇ છે. ભારતી સેન્સેક્સ છેલ્લા એક સપ્તાહમાં 2.33 ટકા અને એક મહિનામાં 11.95 ટકા વધી ગયો છે. તે જ મંદીનો ગાળો ખત્મ થઇ ગયાનું સૂચવે છે.


Related News

Loading...
Advertisement
Advertisement