દેશને નંબર વન બનાવવા આજે એક મોટી શરૂઆત કરવા જઈ રહ્યો છું

17 August 2022 02:00 PM
India Politics
  • દેશને નંબર વન બનાવવા આજે એક મોટી શરૂઆત કરવા જઈ રહ્યો છું

કેજરીવાલનું ટવીટ: જબરો સસ્પેન્સ સર્જાયો: શું પીએમ રેસમાં ઝુકાવશે

નવી દિલ્હી તા.17 : આમ આદમી પાર્ટીના વડા તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે. શ્રી કેજરીવાલે આજે સવારે એક ટવીટમાં લખ્યું હતું કે ‘આજે બપોરે 1 વાગ્યે ભારતને નંબર વન દેશ બનાવવા માટે એક મોટી શરુઆત થશે.’ જો કે કેજરીવાલે તેના આ ટવીટથી જબરુ સસ્પેન્સ સર્જયુ છે અને શું તેઓ કોઈ મોટી રાજકીય જાહેરાત કરવા જઈ રહ્યા છે.

2024ની લોકસભા ચૂંટણી માટે વિપક્ષમાં નેતૃત્વની સ્પર્ધા છે અને અરવિંદ કેજરીવાલ પણ તેમાં સામેલ છે તે વચ્ચે તેઓ શું જાહેરાત કરશે તેના પર સૌની નજર છે. હાલમાં જ અમેરિકાના માતબર અખબાર ન્યુયોર્ક ટાઈમ્સે દિલ્હીમાં જે રીતે શિક્ષણની ગુણવતા શ્રેષ્ઠ બનાવી તેની નોંધ લીધી હતી અને તે રીતે તેમની આંતરરાષ્ટ્રીય ઈમેજ પણ બની છે અને તેના કારણે હવે તેમની આજની જાહેરાત મહત્વની બની જશે.


Related News

Loading...
Advertisement
Advertisement