અન્ડર-17 વુમન્સ વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા ભારતમાં જ યોજવા કેન્દ્ર એકશનમાં

17 August 2022 02:03 PM
Sports
  • અન્ડર-17 વુમન્સ વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા ભારતમાં જ યોજવા કેન્દ્ર એકશનમાં

ફીફા સાથે બે તબક્કાની બેઠક : સુપ્રિમે પણ આગળ વધવા લીલીઝંડી આપી

નવી દિલ્હી,તા. 17
ભારતમાં ઓક્ટોબરમાં યોજાનાર અન્ડર-17 વુમન્સ વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા પર ઘેરાયેલા સંકટના વાદળો દૂર થઇ શકે છે. સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકારને આ સ્પર્ધા ભારતમાં રમી શકાય તે માટે તમામ પગલા લેવા કેન્દ્ર સરકારને છૂટ આપી છે. સર્વોચ્ચ અદાલતે આજે ફીફા દ્વારા ઓલ ઇન્ડીયા ફૂટબોલ ફેડરેશનને સસ્પેન્ડ કર્યું છે. તેના પર સુનાવણી સમયે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કેે

કેન્દ્ર સરકાર આ અંગે ફીફા સાથે સંપર્કમાં છે અને ટૂંક સમયમાં હકારાત્મક પરિણામ જોવા મળશે. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે ફીફાએ જે એઆઈએફએફ પર પ્રતિબંધ મુક્યો છે તે દૂર થાય અને સરકાર તેમાં હકારાત્મક ભૂમિકા ભજવે તે જરુરી છે અને ભારતને આ અન્ડર-17 વુમન્સ વર્લ્ડ કપ ફૂટબોલ સ્પર્ધા યોજવા માટે મંજૂરી મળે તે પણ કેન્દ્ર સરકાર જોશે. બીજી તરફ મોદી સરકારે ગઇકાલે જ ફીફા સાથે બે બેઠકો યોજી હતી. એ પ્રથમ વખત બન્યું છે કે કે એઆઈએફએફ પર આ પ્રકારનો પ્રતિબંધ આવ્યો છે અને ટૂંક સમયમાં જ સરકાર આવશ્યકતા પડે એઆઈએફએફના હોદેદારોમાં ફેરફાર કરીને દેશમાં સ્પર્ધા રમાય તે જોશે.


Related News

Loading...
Advertisement
Advertisement