બોલીવુડની અભિનેત્રી જેકેલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી

17 August 2022 02:12 PM
Entertainment India
  • બોલીવુડની અભિનેત્રી જેકેલીન ફર્નાન્ડીઝની મુશ્કેલી વધી

મની લોન્ડ્રીંગ કેસમાં ધરપકડની તૈયારી

મુંબઈ તા.17
બોલીવુડની અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ની મુશ્કેલી વધી છે. સુકેશ ચંદ્રશેખર મની લોન્ડ્રીંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડીરેકટરેટ દ્વારા દાખલ કરાયેલા ચાર્જશીટમાં જેકેલીન ફર્નાન્ડીઝને પણ આરોપી તરીકે દર્શાવી છે અને ટુંક સમયમાં તેની ધરપકડ થઈ શકે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જેકેલીન ફર્નાન્ડીઝનો સુકેશ ચંદ્રશેખર સાથે લાંબા સમયથી સંબંધ હતો અને જેકેલીન તે પણ જાણતી હતી અને તેને અપરાધમાં ભાગીદાર ગણાવવામાં આવી છે. જો કે હજુ આ ચાર્જશીટ અદાલતે વંચાણ પર લીધુ નથી.

જેના કારણે જેકેલીનની ધરપકડ થઈ નથી. પરંતુ સુકેશ ચંદ્રશેખરના રૂા.200 કરોડના મની લોન્ડ્રીંગમાં જેકેલીનની પણ ભૂમિકા હોવાનું મનાય છે. તેને સુકેશ પાસેથી કિંમતી ગીફટ મેળવી હતી અને તેની સાથેના વ્યક્તિગત સંબંધો પણ બનાવ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement