ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાંથી ગડકરી-શિવરાજ ચૌહાણને પડતા મુકાયા: યેદીયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ તથા કે.લક્ષ્મણનો સમાવેશ

17 August 2022 03:24 PM
India Politics
  • ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાંથી ગડકરી-શિવરાજ ચૌહાણને પડતા મુકાયા: યેદીયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ તથા કે.લક્ષ્મણનો સમાવેશ
  • ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાંથી ગડકરી-શિવરાજ ચૌહાણને પડતા મુકાયા: યેદીયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ તથા કે.લક્ષ્મણનો સમાવેશ
  • ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાંથી ગડકરી-શિવરાજ ચૌહાણને પડતા મુકાયા: યેદીયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ તથા કે.લક્ષ્મણનો સમાવેશ
  • ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાંથી ગડકરી-શિવરાજ ચૌહાણને પડતા મુકાયા: યેદીયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ તથા કે.લક્ષ્મણનો સમાવેશ
  • ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાંથી ગડકરી-શિવરાજ ચૌહાણને પડતા મુકાયા: યેદીયુરપ્પા, સર્બાનંદ સોનોવાલ તથા કે.લક્ષ્મણનો સમાવેશ

► ગુજરાત ધારાસભા સહિતની ચૂંટણીઓ માટે પ્રથમ ધરખમ ફેરફાર કરતો ભાજપ

► કેન્દ્રીય મંત્રી અને મોટા ગજાના નેતા નિતીન ગડકરીને પડતા મુકાતા જબરુ આશ્ચર્ય: શિવરાજ ચૌહાણની મધ્યપ્રદેશ ઈનીંગ પુરી થઈ ગયાના સંકેત

► કર્ણાટકમાં આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખતા પુર્વ મુખ્યમંત્રી યેદીયુરપ્પાને રાષ્ટ્રીય કક્ષાએ લેવાયા: આસામ ચૂંટણીને ધ્યાનમાં રાખી સોનોવાલની એન્ટ્રી

નવી દિલ્હી તા.17
આગામી સમયમાં આવી રહેલી ગુજરાત તથા હીમાચલપ્રદેશની ધારાસભા ચૂંટણી પુર્વે ભાજપે આજે લાંબા સમય બાદ તેના કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં મોટા ફેરફાર કર્યા છે અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી ઉપરાંત મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાંથી પડતા મુકવામાં આવ્યા છે. શ્રી ગડકરી રાષ્ટ્રીય કક્ષાએ તથા મહારાષ્ટ્રમાં એક મોટા કદના નેતા ગણાય છે અને તેમની બાદબાકી એ ભાજપમાં એક ચોકકસ સંદેશ મોકલશે.

બીજી તરફ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ કે જેને બે વર્ષ પહેલા ભાજપના પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવાયા હતા તેઓને પડતા મુકાતા જ આગામી વર્ષે યોજાનારી મધ્યપ્રદેશની ધારાસભા ચૂંટણીમાં ભાજપ હવે નવા નેતૃત્વ સાથે ચૂંટણી લડશે તેવા સંકેત છે. બીજી તરફ પાર્લામેન્ટરી બોર્ડમાં કર્ણાટકના પુર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદીયુરપ્પા તથા આસામના પુર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલનો સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત દક્ષિણમાંથી કે.લક્ષ્મણને લેવાયા છે. કર્ણાટકમાં પણ આગામી વર્ષે ધારાસભાની ચૂંટણીઓ આવી રહી છે અને તે જોતા બી.એસ.યેદીયુરપ્પાનો પાર્લામેન્ટરી બોર્ડમાં સમાવેશ મહત્વનો ગણાય છે અને હવે પાર્લામેન્ટરી બોર્ડમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, નરેન્દ્ર મોદી, રાજનાથસિંઘ, અમિતભાઈ શાહ, બી.એસ.યેદીયુરપ્પા, શ્રી કે.લક્ષ્મણ, ઈકબાલસિંઘ લાલપુરા, શ્રીમતી સુધા યાદવ, શ્રી સત્યનારાયણ જટીયા તથા પાર્લામેન્ટરી બોર્ડના સચીવ તરીકે રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી.એલ.સંતોષ રહેશે. આમ હવે ભાજપે આગામી સમય માટે પાર્લામેન્ટરી બોર્ડમાં મહત્વના ફેરફારથી પક્ષને પણ સંદેશ આપી દીધો છે.

હવે ભાજપ શાસનના એક પણ રાજ્યના મુખ્યમંત્રી પાર્લામેન્ટરી બોર્ડમાં નહીં
ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથને કેન્દ્રીય કક્ષાએ સ્થાન ન અપાયું
ભાજપે આજે પાર્લામેન્ટરી બોર્ડની કરેલી પુન:રચનામાં એકપણ રાજ્યના મુખ્યમંત્રીનો હવે સમાવેશ થયો નથી. અગાઉ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં સભ્ય હતા પરંતુ હવે તેમને પડતા મુકાયા છે. તો જ આ રીતે ઉતરપ્રદેશના મુખ્યમત્રી યોગી આદીત્યનાથ કે જે શક્તિશાળી રાજકીય નેતા તરીકે ભાજપમાં ઉપસી આવ્યા છે તેઓને પણ પાર્લામેન્ટરી બોર્ડમાં કે રાષ્ટ્રીય ચૂંટણી સમિતિમાં સ્થાન અપાયું નથી.

ફક્ત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને જ રાષ્ટ્રીય ચૂંટણી સમિતિમાં મહત્વ અપાયું છે. આમ મહારાષ્ટ્રમાં નિતીન ગડકરીને પડતા મુકાયા અને દેવેન્દ્ર ફડણવીસનો ઉદય થયો છે તે પણ સૂચક છે. ગુજરાતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહમંત્રી અમિત શાહ બંને ચૂંટણી સમિતિ અને પાર્લામેન્ટરી બોર્ડનું પ્રતિનિધિત્વ કરે છે. આ જ રીતે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ તથા પૂર્વ પ્રભારી ઓમ માથુર પણ ચૂંટણી સમિતિમાં છે.

સી.આર.પાટીલને ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી સોંપાશે
આજે ભાજપની નવા પાર્લામેન્ટરી બોર્ડ તથા ચૂંટણી સમીતીની જાહેરાત બાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નામ પણ અચાનક જ ચમકયું છે. ગુજરાત ચૂંટણી બાદ શ્રી પાટીલને રાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાશે તેવા સંકેત છે. ખાસ કરીને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પુરો થયા બાદ શ્રી પાટીલને રાષ્ટ્રીય કક્ષાએ કોઈ મહત્વની ફરજ સોપાય તેવી ધારણા છે.

કેન્દ્રીય ચૂંટણી સમીતીનું પુન:ગઠન દેવેન્દ્ર ફડણવીસનો સમાવેશ
ગુજરાતનાં વર્તમાન પ્રભારી ભુપેન્દ્ર યાદવ તથા પુર્વ પ્રભારી ઓમ માથુર બંને કેન્દ્રીય ચૂંટણી સમીતીમાં
ભાજપ દ્વારા આગામી સમયમાં આવી રહેલી ધારાસભા સહિતની ચૂંટણીઓ માટે હવે નવી કેન્દ્રીય ચૂંટણી સમીતીની જાહેરાત કરવામાં આવી છે અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો આ સમીતીમાં સમાવેશ કરાયો છે. જયારે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ તથા ઓમ માથુર બંને આ સમીતીમાં સ્થાન ધરાવે છે.

ગુજરાતમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત કેન્દ્રીય મંત્રી અમીત શાહ અને પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોને પણ આ નવી ચૂંટણી સમીતીમાં સ્થાન અપાયું છે. ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસનો સમાવેશ મહત્વનો ગણવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ભાજપે હાલમાં જ શિવસેનાના બાગી જૂથ સાથે સતા હાંસલ કરી છે અને તેના કારણે આગામી સમયમાં રાજયમાં ધારાસભા ચૂંટણીઓ આવી શકે છે તે જોતા ફડણવીસનો સમાવેશ મહત્વનો બની જાય છે.

ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમીતી
► જે.પી.નડ્ડા
► નરેન્દ્ર મોદી
► રાજનાથ સિંઘ
► અમિત શાહ
► બી.એસ.યેદીયુરપ્પા
► શર્બાનંદ સોનોવાલ
► કે.લક્ષ્મણ
► ઈકબાલસિંઘ લાલપુરા
► શ્રીમતી સુધા યાદવ
► શ્રી સત્યનારાયણ જટીયા
► ભુપેન્દ્ર યાદવ
► દેવેન્દ્ર ફડણવીસ
► ઓમ માથુર
► બી.એલ.સંતોષ
► શ્રીમતી વનથી શ્રીનિવાસ

ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ
♦ શ્રી જે.પી.નડ્ડા
♦ શ્રી નરેન્દ્રભાઈ મોદી
♦ શ્રી રાજનાથસિંઘ
♦ શ્રી અમિતભાઈ શાહ
♦ બી.એસ.યેદીયુરપ્પા
♦ સર્વાનંદ સોનોવાલ
♦ કે.લક્ષ્મણ
♦ ઈકબાલસિંઘ લાલપુરા
♦ શ્રીમતી સુધા યાદવ
♦ શ્રી સત્યનારાયણ જટીયા
♦ શ્રી બી.એલ.સંતોષ


Related News

Loading...
Advertisement
Advertisement