રાજ્યના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ જયારે સરદાર સરોવરમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ

17 August 2022 03:34 PM
Ahmedabad Gujarat
  • રાજ્યના કુલ 207 જળાશયો 76 ટકાથી વધુ જયારે સરદાર સરોવરમાં 85 ટકાથી વધુ જળસંગ્રહ

રાજ્યના 49 જળાશયો સંપૂર્ણ છલકાયા તેમજ 63 જળાશયો 70 ટકાથી વધુ ભરાયા

ગાંધીનગર,તા.17
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ 207 જળાશયોમાં તા. 17 ઓગસ્ટ-2022 સુધીમાં 76.69 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જયારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 2,86,059 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 85.63 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ સરદાર સરોવર સિવાય રાજ્યના 206 જળાશયોમાં 3,98,247 એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના 71.35 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

આ ઉપરાંત રાજ્યમાં 49 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવર સહીત 63 જળાશયોમાં 70થી 100 ટકા, 27 જળાશયોમાં 50થી 70 ટકા, 36 જળાશયોમાં 25થી 50 ટકા અને 31 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.

જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયો, મધ્ય ગુજરાતના 17, દક્ષિણ ગુજરાતના 13, કચ્છના 20 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોનો સમાવેશ થાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 48 જળાશયો 100 ટકાથી વધુ જ્યારે 30 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 16 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 17 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.


Related News

Loading...
Advertisement
Advertisement