હવે દીયા ઔર બાતી હમ’ની એકટ્રેસ કનિષ્કાએ ખુદની સાથે લગ્ન કર્યા!

17 August 2022 03:50 PM
Entertainment Gujarat
  • હવે દીયા ઔર બાતી હમ’ની એકટ્રેસ કનિષ્કાએ ખુદની સાથે લગ્ન કર્યા!

♦ વડોદરાની ક્ષમા બિંદુમાંથી ‘પ્રેરણા’ લઈ..

♦ કનિષ્કાની અજબ જાહેરાતથી સૌ આશ્ચર્યચકિત

મુંબઈ: થોડા દિવસ પહેલા વડોદરાની ક્ષમા બિંદુએ ખુદની સાતે લગ્ન કરીને ચકચાર જગાવી હતી. હવે ક્ષમાના રસ્તે ટીવી શ્રેણી ‘દીયા ઔર બાતી હમ’ ફેમ એકટ્રેસ કનિષ્કા ચાલી છે.

કનિષ્કાએ તેના જન્મ દિને પોતે ખુદની સાથે લગ્ન કરી લીધા હોવાની જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. કનિષ્કાએ સોશિયલ મીડિયા પર પણ પોતાની ખુશી વ્યકત કરી હતી.

ખરેખર તો કનિષ્કા સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની તસવીર શેર કરી છે, જેમાં તે ગળામાં મંગલસૂત્ર અને માંગમાં સિંદૂર લગાવેલી જોવા મળે છે આ સાથે જ કનિષ્કાએ એક લાંબો લચક મેસેજ પણ લખ્યો છે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત છે. આજકાલ તે આ મુદ્દે સોશિયલ મીડિયામાં છવાઈ છે અને તેની જ ખુદ સાથે લગ્નની ચર્ચા થાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement