ગુજરાતના અનેક ભાગોમાં મેઘપ્રકોપની હાલત : આબુ રોડ બંધ કરાયો-સુરતમાં બ્રીજ નમી ગયો

17 August 2022 03:56 PM
Gujarat
  • ગુજરાતના અનેક ભાગોમાં મેઘપ્રકોપની હાલત : આબુ રોડ બંધ કરાયો-સુરતમાં બ્રીજ નમી ગયો

નર્મદાની સપાટી 135 મીટરે પહોંચી, ગોલ્ડન બ્રીજ પર ભયજનક સ્તરે : સંખ્યાબંધ ગામોને એલર્ટ કરાયા : દાતીવાડામાં ફરી 4 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર : રાજયના 49 ડેમો ઓવરફલો : સુરતમાં ખાડીના પાણી શહેરમાં ઘુસ્યા : અનેક વિસ્તારોમાં દુકાન-મકાનો પાણી ઘુસતા તરાજી

રાજકોટ, તા. 17 : ગુજરાતમાં મેઘરાજાએ નવા રાઉન્ડમાં જમાવટ કરી છે ત્યારે રાજયના અનેક ભાગોમાં મેઘપ્રકોપ જેવી હાલત સર્જાય છે અનરાધાર વરસાદને પગલે આબુ રોડ જેવા અનેક મહત્વના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. સુરતમાં જળબંબાકાર જેવી હાલત વચ્ચે એક બ્રીજ નમી જતા વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. ર07માંથી 49 જળાશયો છલકાયા છે. ભરૂચના ગોલ્ડન બ્રીજ પર નર્મદાનું જળસ્તર ખતરનાક સ્તરે પહોંચવામાં છે. અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે અને રાજય સરકાર પણ સાવધ બની છે.

રાજયમાં આજે પણ અનરાધાર વરસાદનો દૌર ચાલુ રહ્યો હતો. દાતીવાડામાં સવારે 4 કલાકમાં જ 6 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો અને તેને પગલે ર017 પછી પ્રથમ વખત બનાસ નદી બે કાંઠે વહેતી થઇ હતી. જન્માષ્ટમીના તહેવારોના કારણે મોટી સંખ્યામાં લોકો માઉન્ટ આબુ જેવા પ્રવાસન સ્થળે નીકળી રહ્યા છે તેવા સમયે પાલનપુર, આબુ રોડ ભારે વરસાદના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે તેને પગલે પાંચ કિ.મી.થી લાંબી વાહનોની લાઇન સર્જાઇ છે. દાતીવાડા ઉપરાંત સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધીમાં પાલનપુરમાં પાંચ ઇંચ, સુઇ ગામમાં 3 ઇંચ, ડીસામાં 3 ઇંચ, અમીરગઢમાં બે ઇંચ, સિધ્ધપુર સરસ્વતી અને વડગામમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો હતો. બપોર સુધીમાં રાજયના ર0પ તાલુકાઓમાં હળવો ભારે વરસાદ થયો હતો. ડિસા, દાતીવાડા સહિતના ભાગો જળબંબાકાર બન્યા હતા અને શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.

બીજી તરફ નર્મદા ડેમમાંથી પ.4પ લાખ કયુસેક પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નદીની સપાટી 25 મીટર પહોંચી ગઇ હતી અને 200 જેટલા લોકો તથા પશુધનનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. દાતીવાડા ડેમની આવકમાં પણ જોરદાર વધારો થયો હતો. સતાવાર સુત્રોએ જણાવ્યું કે રાજયના 207 જળશયોમાં સરેરાશ 76 ટકા પાણી ઠલવાઇ ચુકયુ છે. નર્મદા ડેમ 85 ટકાથી વધુ છલકાયો છે જયારે 49 ડેમમાં સંપૂર્ણ ભરાઇ ગયા છે. 63 ડેમોમાં 70 ટકાથી વધુ પાણી થયું છે. ઇન્દીરા સાગર તથા ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડવાના પગલે નર્મદા ડેમમાં સતત જળસ્તર વધી રહ્યું છે.

સપાટી 35 મીટરે પહોંચી છે. 25 દરવાજા 2.25 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નર્મદા ઉપરાંત ધરોઇ તથા ઉકાઇ ડેમમાં પણ પાણીની ધરખમ આવક થઇ રહી છે. બીજી તરફ સુરતમાં મુશળધાર વરસાદ વચ્ચે આજે સુરત ઓલપાડને જોડતા બ્રીજનો ભાગ એકાએક નમી ગયો હતો. વહેલી સવારે 4 વાગ્યે આ દુર્ઘટન સર્જાતા કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ તંત્ર દ્વારા તાબડતોબ ધસી ગયેલા ભાગને કોર્ડન કરીને વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. સુરત કડોદરા હાઇવે પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો અને ર કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો હતો.

શહેરના કિમ વિસ્તારમાં પણ વરસાદી પાણી ફરી વળતા પ0થી વધુ દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા અને જળબંબાકારની હાલત સર્જાઇ હતી.શામળાજી પાસેનો મેસ્વ ડેમ પણ ઓવરફલો થવાની તૈયારીમાં છે. પાલનપુરમાં પણ અનેક વિસતારો પાણીમાં ગરકાવ થતા રાહત ટુકડીઓ દોડાવવામાં આવી હતી. રાધનપુર સાંતલપુરના માર્ગો પણ બંધ કરાયા હતા જેને પગલે 1ર ગામો સંપર્કવિહોણા થયા હતા. માલગઢ, વરણ જેવા ગામો બેટમાં ફેરવાઇ ગયા હતા. વડોદરામાં પણ સવારથી મેઘરાજાની સટાસટી ચાલુ હતી. દેવ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અનેક ગામોને એલર્ટ કરાયા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement