દેશને નેતાઓના ભરોસો છોડી ન શકાય : 130 કરોડ લોકોનું એલાયન્સ જરુરી : કેજરીવાલનું આહવાન

17 August 2022 04:02 PM
India Politics
  • દેશને નેતાઓના ભરોસો છોડી ન શકાય : 130 કરોડ લોકોનું એલાયન્સ જરુરી : કેજરીવાલનું આહવાન

► મુખ્યમંત્રી કેજરીવાલે ‘મેક ઇન્ડિયા નંબર વન મિશન’ની શરુઆત કરી

► દિલ્હીના મુખ્યમંત્રીએ સસ્પેન્સ સાથેના ટવીટ બાદ રાજકીય એકશન પ્લાન જાહેર કર્યો

નવીદિલ્હી, તા. 17
‘મેક ઇન્ડીયા નંબર વન’ મિશનની શરુઆત દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કરતા જણાવ્યું હતું કે દેશનો દરેક નાગરિક ભારતને દુનિયામાં નંબર વન બનાવવા માગે છે અને આ મિશનની શરુઆત થઇ ગઇ છે. તેમણે દેશના 130 કરોડ લોકોને સાથે જોડવાની વાત કરતા કહ્યું હતું

કે સારું અને વિનામુલ્યે શિક્ષણ, મફત ઇલાજ, દરેક યુવાનને નોકરી, મહિલાઓને સન્માન અને ખેડૂતોની ખુશાલી માટે કામ કરવું પડશે. કેજરીવાલે જણાવ્યું હતું કે 75 વર્ષની આઝાદીમાં આપણએ ઘણું બધુ મેળવ્યું છે તેમ છતાં લોકોમાં ગુસ્સો છે. એક સવાલ છે કે આપણા પછી આઝાદ થનાર નાના નાના અનેક રાષ્ટ્રો જાપાન, સિંગાપોર આપણાથી આગળ નીકળી ગયા, ભારત કેમ પાછળ રહી ગયું. દરેક નાગરિક આ સવાલ પૂછી રહ્યો છે.

આ તકે કેજરીવાલે કોંગ્રેસ અને ભાજપનું ભાજપનું નામ લીધા વગર આડકતરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે બારતના લોકો સૌથી ઇન્ટેલિજન્ટ અને મહેનતી છે તેમ છતાં આપણે પાછળ રહી ગયા. જો આપણે દેશને આમના, નેતાઓના (ભાજપ-કોંગ્રેસ) ભરોસો છોડી દીધો તો 75 વર્ષ વધુ પાછળ રહી જશું. આમાંથી કોઇને પોતાનો પરિવાર પ્યારો છે તો કોઇને પોતાનો મિત્ર પ્યારો છે ! કોઇને ભ્રષ્ટાચાર કરવો છે, કોઇને દેશ લૂંટવો છે, એ લોકોએ પોતાનું ઘર ભરવા અને દોસ્તોનું ઘર ભરવા સિવાય કંઇ નથી કર્યું.

2024નો એકશન પ્લાન ? કેજરીવાલ દેશભરમાં પ્રવાસ કરશે
નવી દિલ્હી : આજે દિલ્હીના મુખ્યમંત્રી તથા આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે એક તરફ 130 કરોડ લોકોને એક થવા માટે આહવાન કર્યું અને સાથોસાથ પોતે આગામી દિવસોમાં દેશભરમાં પ્રવાસ કરશે તેવું જાહેર કરીને 2024નો એકશન પ્લાન અમલમાં મુકવાની તૈયારી કરી હોવાના સંકેત છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય કક્ષાએ આવતા પૂર્વે 2012થી પોતાના મિશનનો પ્રારંભ કર્યો હતો અને 2024ની લોકસભા ચૂંટણી પૂર્વે અરવિંદ કેજરીવાલે પોતાના મિશનનું આહવાન કર્યું છે તે પણ સૂચક છે.


Related News

Loading...
Advertisement
Advertisement