કોંગ્રેસમાં સિનીયરોની અવગણનાનો આક્ષેપ : નરેશ રાવલ, રાજુ પરમાર ભાજપમાં જોડાયા

17 August 2022 04:17 PM
Gujarat Politics
  • કોંગ્રેસમાં સિનીયરોની અવગણનાનો આક્ષેપ : નરેશ રાવલ, રાજુ પરમાર ભાજપમાં જોડાયા
  • કોંગ્રેસમાં સિનીયરોની અવગણનાનો આક્ષેપ : નરેશ રાવલ, રાજુ પરમાર ભાજપમાં જોડાયા

કોંગ્રેસમાં ગુંગળામણ અનુભવતા હતા એટલે ભાજપનો ખેસ પહેર્યો : નરેશ રાવલ

ગાંધીનગર તા. 17 : ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણીઓના પગલે કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે આજે ઉત્તર ગુજરાત કોંગ્રેસના નેતા અને પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી તેમજ પૂર્વ ઉદ્યોગપ્રધાન નરેન્દ્ર રાવલ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજુ પરમાર વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે .

આ તબક્કે આયોજિત પત્રકાર પરિષદમાં ભાજપમાં આવેલા નરેશ રાવલે કોંગ્રેસ પક્ષ તરફથી થયેલી નારાજગી વ્યક્ત કરતા કહ્યું કેપહેલાની કોંગ્રેસ અને હાલ ની કોંગ્રેસ મા ઘણો ફેર છે. એટલું જ નહીં આજે કોંગ્રેસ મા સિનિયર નેતાઓ ની અવગણના થાય છે. પરિણામે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાવાનો નિર્ણય લીધો હોવાનો સ્વીકાર કર્યો હતો

તો બીજી તરફ તેમને કહ્યું કે આ પાર્ટીમાં જોડાવા માટે હું કોઈ માગણી વગર બિન શરતી જોડાયો હોવાની કબુલાત કરી હતી આ ઉપરાંત કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસના ઉચ્ચ નેતૃત્વમા ગુજરાત પ્રત્યે ખૂબ જ ખરાબ વર્તન છે. એટલું જ નહીં કોંગ્રેસ મા અમે મુંજવણ અનુભવતા હતા પરિણામે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાથી સ્પષ્ટતા નરેશ રાવલે કરી હતી


Related News

Loading...
Advertisement
Advertisement