2006 પૂર્વે ભરતી થયેલા કર્મચારીઓને વિવિધ ભથ્થા મળશે : કેબીનેટમાં નિર્ણય

17 August 2022 04:20 PM
Gujarat
  • 2006 પૂર્વે ભરતી થયેલા કર્મચારીઓને વિવિધ ભથ્થા મળશે : કેબીનેટમાં નિર્ણય

ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ : માર્ગો તાત્કાલીક રીપેર કરવા નિર્ણય

ગાંધીનગર તા. 17 : રાજ્ય સરકાર બેઠકમાં આજે કરેલા નિર્ણયો અને કામગીરીની વિગતો આપતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આજની કેબિટેડ બેઠકમાં હરઘર તિરંગા અભિયાનને મળેલી સફળતા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સમગ્ર કેબિનેટે અભિનંદન નો ઠરાવ પસાર કર્યો હતો આ તબક્કે તેમને કહ્યું કે આ અભિયાન હેઠળ 1કરોડ 40 લાખ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હોવાનું સ્વીકાર કર્યો હતો

આ ઉપરાંત તેમણે કહ્યું કે હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર સમયમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહે છે ત્યારે સમગ્ર રાજ્યમાં પરિસ્થિતિ વળશે તો તાત્કાલિક નાગરિકોને મદદ મળી રહે એવા આયોજન અને અસરકારક કામગીરી કરવા માટેની સ્પષ્ટ સૂચના પણ અધિકારીઓને આપી હતી તો બીજી તરફ ભારે વરસાદના કારણે તૂટેલા રોડ રસ્તા ને પણ ઝડપી સમારકામ હાથ ધરવા માટે માર્ગ મકાન વિભાગના મંત્રી અને અધિકારીઓને પણ તાકીદ કરી હતી આ ઉપરાંત 2006 પહેલા નિમણૂક પામેલા વિવિધ સંવર્ગના 40, હજાર કર્મચારીઓને જે લાભ મળતા ન હતા

તે તમામ લાભો જેમકે બઢતી ઉચ્ચતર પગાર ધોરણ સહિતના આપવા માટેનો નિર્ણય સરકારે કર્યો હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે 2006 પહેલા ભરતી થયેલા સ્ટાફ નર્સ ,લોકરક્ષક દળ ,શિક્ષકો અને રહેમરાહે નોકરી કરતા કર્મચારીઓને અન્ય લાભો મળતા ન હતા પરંતુ સરકારના આ નિર્ણયથી તમામને આ લાભ મળશે તેઓ નિર્ણય કર્યો હોવાનું જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement