BJP સંસદીય બોર્ડમાં નવી નિયુક્તિ : નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ આઉટ

17 August 2022 09:49 PM
India Politics
  • BJP સંસદીય બોર્ડમાં નવી નિયુક્તિ : નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણ આઉટ

76 વર્ષીય સત્યનારાયણ જાટિયા અને 79 વર્ષીય બીએસ યેદિયુરપ્પાને બોર્ડમાં સામેલ કરાયા

નવી દિલ્હીઃ
ભાજપની સંસદીય બોર્ડમાં ફેરફાર કરાયા છે. જેમાં નીતિન ગડકરી, શિવરાજસિંહ ચૌહાણની બાદબાકી કરાઈ છે. જ્યારે 76 વર્ષીય સત્યનારાયણ જાટિયા અને 79 વર્ષીય બીએસ યેદિયુરપ્પાને બોર્ડમાં સામેલ કરાયા છે.

ભારતીય જનતા પાર્ટીએ બુધવારે પાર્ટીના નવા સંસદીય બોર્ડની જાહેરાત કરી. આ સાથે નવી કેન્દ્રીય ચૂંટણી સમિતિની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ બંને પાર્ટીના બે સૌથી મહત્વપૂર્ણ સંગઠનો છે. ઓગસ્ટ 2014 પછી આમાં પ્રથમ વખત ફેરફાર કરવામાં આવ્યો છે. લાંબા સમય સુધી તેની ચર્ચા થઈ. વાસ્તવમાં બંને સંસ્થામાં અનેક સભ્યોની જગ્યા ખાલી પડી હતી.

ઓગસ્ટ 2014માં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને સંસદીય બોર્ડમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા. ત્યારે કહેવામાં આવ્યું હતું કે ત્રણેયની ઉંમર 75 વર્ષથી વધુ હોવાના કારણે આમ કરાયું છે.

શિવરાજ, નડ્ડા અને અમિત શાહ સિવાય નરેન્દ્ર મોદી, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ, વેંકૈયા નાયડુ, અનંત કુમાર, થાવરચંદ ગેહલોતને પહેલાની જેમ ફરીથી બોર્ડનો ભાગ બનાવવામાં આવ્યા છે, સંગઠનના તત્કાલિન મહાસચિવ રામલાલને પણ સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. અરુણ જેટલી, સુષ્મા સ્વરાજ અને અનંત કુમારના નિધનને કારણે તે જગ્યા લાંબા સમયથી ખાલી પડી હતી. વેંકૈયા નાયડુ ઉપરાષ્ટ્રપતિ બન્યા અને થાવરચંદ ગેહલોત રાજ્યપાલ બન્યા પછી બોર્ડમાં તેમની જગ્યાઓ પણ ખાલી હતી. 2019 માં, બીએલ સંતોષ પાર્ટીના સંગઠન મહાસચિવ બન્યા. ત્યારથી તેઓ સંસદીય બોર્ડમાં છે. આ રીતે અગાઉના સંસદીય બોર્ડમાં માત્ર સાત સભ્યો જ બચ્યા હતા.


Related News

Loading...
Advertisement
Advertisement