ગોંડલમાં ભાતીગળ લોકમેળાને ખૂલ્લો મૂકતા સાંસદ ધડૂક

18 August 2022 10:34 AM
Gondal
  • ગોંડલમાં ભાતીગળ લોકમેળાને ખૂલ્લો મૂકતા સાંસદ ધડૂક

સંતો અને આગેવાનોની ઉપસ્થિતિ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા.18
ગોંડલ નગરપાલિકા દ્વારા સંગ્રામસિહજી હાઇસ્કૂલ ના મેદાન માં યોજાયેલ પરંપરાગત લોકમેળા નુ વરસતા વરસાદ વચ્ચે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ઉદ્ઘાટન થયુ હતુ.સાત દિવસ વિવિધ રંગારંગ કાર્યક્રમો સાથે યોજાયેલ લોકમેળા ને સાંસદ ધડુકે ખુલ્લો મુક્યો હતો.આ વેળાએ નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી,ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ,કારોબારી ચેરમેન ઓમદેવસિંહ જાડેજા,મેળાકમીટીના ચંદુભાઇ ડાભી,યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા,જીલ્લા ભાજપ ના ચેતનભાઇ રામાણી,અશોકભાઈ પીપળીયા, મામલતદાર નકુમ,મહંત રામદાસ બાપુ,મામાદેવ મંદિરના લઘુમહંત મયુરબાપુ,મહંત સિતારામ બાપુ, નગર પાલીકા ના સદસ્યો સહીત આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement