ઉના શહેરના મુખ્યમાર્ગો ડામર નહી પરંતુ સીસી રોડ બનાવવા માંગ

18 August 2022 10:36 AM
Veraval
  • ઉના શહેરના મુખ્યમાર્ગો ડામર નહી પરંતુ સીસી રોડ બનાવવા માંગ

ઉના,તા.18
ઊના શહેરમાં આનંદવાડી થી મચ્છુન્દ્રી નદીના પુલ સુધીનો 2 કિ.મી. હાઇવે હોય અતિ બિસ્માર હાલતમાં હોવાના કારણે રોજ અકસ્માતની ઘટનાઓ બને છે. રસ્તા પર 2 ફુટથી વધુ ઉંડાઇ ધરાવતા મોત સમાન ખાડાઓ પડી ગયા છે. જેના કારણે રોજના અકસ્માતની ઘટના સામે આવે છે. તેમાં રીક્ષા પલ્ટી ખાઇ જતી હોવાની ઘટના જોવા મળે છે. ત્યારે તંત્ર કોઇના મોતની રાહ જોઇ બેઠુ છે કે શું ? પવિત્ર શ્રાવણ માસના તહેવારોમાં પ્રવાસીઓ ફરવા માટે પ્રસિધ્ધ યાત્રા સ્થળ દીવ આવતા હોય છે જેઓ ઉના શહેર માંથી પસાર થતાં હોય ત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યાં હોય છે.
ઊના શહેરને બાયપાસ મળેલ પરંતુ ગોકળગાયની ગતિએ કામ થતું હોવાથી હજુ સુધી હાઇવે બાયપાસ શરૂ કરવામાં આવ્યો નથી. જેના કારણે મોટા વાહનો શહેના મુખ્ય માર્ગો માંથી ચાલતા હોવાથી ભારે ટ્રાફીકની સમસ્યા પણ સર્જાય છે. અને લોકો પણ હાલાકી ભોગવી રહ્યાં છે. આમ શહેરમાં બિસ્માર રસ્તાથી લોકો ત્રાસી ઉઠ્યા છે. તંત્ર દ્રારા રસ્તાને રીપેરીંગ કરે છે. અને સામાન્ય વરસાદ પડે એટલે એજ રસ્તા પર ખાડા જોવા મળે છે. લોકોને વાહન પણ સર્પાકાર જેમ ચલાવી માંડ માંડ પસાર થાય છે. ત્યારે આ રસ્તાને તાત્કાલીક સી સી રોડથી નવિનીકરણ કરવા ઉના શહેર અને તાલુકાના વિવિધ સંગઠન ગ્રેઇન મર્ચન્ટ એસોસીએશન, વકીલ મંડળ, યુવા કોળી સંગઠન, અર્જુન ગ્રૃપ, પ્રેસ યુનિયન, મધુવન ગ્રૃપ, અખિલ ભારતીય કોળી સમાજ, પ્રેસ ક્લબ ઓફ ઉના, સૈરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ, ટીમ ગબ્બર, મોટા ડેસર ગ્રામ પંચાયત, 12 જેટલા સંગઠનો દ્રારા સુત્રોચાર સાથે પ્રાંત કચેરી ખાતે ડે.કલેક્ટરને લેખિત રજુઆત કરી હતી.


Loading...
Advertisement
Advertisement