પૂર્વેશમોદીના હસ્તે કુકાંવાવ બસ સ્ટેશન નિર્માણનું ખાતમુહૂર્ત

18 August 2022 10:37 AM
Amreli
  • પૂર્વેશમોદીના હસ્તે કુકાંવાવ બસ સ્ટેશન નિર્માણનું ખાતમુહૂર્ત

અમરેલી જિલ્લાના પ્રવાસે આવેલા માર્ગ મકાન-વાહન વ્યવહાર કેબિનેટ મંત્રીશ્રી પૂર્ણેશ મોદીના હસ્તે કુકાવાવ ખાતે બસ સ્ટેશનના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના નાગરિકોની સુખાકારી માટે બસોના રૂટમાં તેમજ વાહનની સંખ્યામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. તેઓશએ જણાવ્યું કે. જેવી રીતે મુંબઈના પરામાં અપ-ડાઉન માટે લોકલ ટ્રેન કાર્ય કરે છે તેમ એસ.ટી રાજ્યના સામાન્ય માનવી માટે જીવાદોરી છે. એસ.ટી.માં પ્રતિદિન 25 લાખ મુસાફરો પ્રવાસ કરે છે અને કુલ 8000 ટ્રીપ કાર્યરત છે. લોકડાઉન અને કોરોના વાયરસના સંક્રમણ દરમિયાન બંધ થયેલા તમામ રૂટો અને એ સિવાયના નવા રૂટો પણ કાર્યરત કરી દેવામાં આવ્યા છે.


Loading...
Advertisement
Advertisement