ઊનાના ઉંટવાળા ગામે ખેડૂતે પાક રક્ષણ માટે મુકાયેલ ચાલુ વિજ વાયરમાં સિંહણ અડી જતાં મોત : બે ખેડૂતની ધડપકડ

18 August 2022 10:38 AM
Veraval
  • ઊનાના ઉંટવાળા ગામે ખેડૂતે પાક રક્ષણ માટે મુકાયેલ ચાલુ વિજ વાયરમાં સિંહણ અડી જતાં મોત : બે ખેડૂતની ધડપકડ

ઊના,તા.18
ઊના પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વન્યપ્રાણીઓનો વસવાટ રહેતો હોય અને અવાર નવાર આ વન્યપ્રાણી શિકારની શોધમાં સીમ વિસ્તારોમાં આંટાફેરા મારતા હોય છે. ગત 13 ઓગષ્ટના ઉનાના ઉંટવાળા ગામની સીમમાં જંગલી પ્રાણી સિંહણનું શોર્ટ સક્રિટના કારણે મોત થયુ હોવાનું બહાર આવેલ હતું. ત્યાર બાદ જશાધાર રેન્જના આર એફ ઓ એલ.બી. ભરવાડે તાત્કાલીક સિંહણનો મૃતદેહ કબ્જે કરી એનિમલકેર સેન્ટરમાં લાવી ધારી રેન્જના ડીએફઓ રાજદિપસિંહ ઝાલાને જાણ કરતા તાત્કાલીક દોડી આવેલા અને ઉંટવાળા ગામની સીમમાં આવેલ પ્રવિણસિંહ જોરૂભાઇ ગોહીલની માલીકીની વાડીએ પહોચ્યા હતા.

ત્યાં પીજીવીસીએલ અધિકારીઓ અને વેન્ટેલેટરી ડોક્ટરોની ટીમ સાથે ઘટના સ્થળે તપાસ કરતા વાડીના માલીકે તેમજ જમીનમાં પાકનું વાવેતર કરતા ભાગીયા લખમણ ભગવાન સોલંકીની પુછપરછ સાથે રાખીને કરતા વાડીમાં પાક રક્ષણ માટે ચારે તરફ લોખંડના તારની વાડ બનાવેલ હોય તેમાં વિજવાયરનો શોર્ટ ચાલુ રાખેલ હતો.

અને રાત્રી દરમિયાન આ વિસ્તારમાં અવર જવર કરતા વન્યપ્રાણી સિંહણ તારને અડી જતાં તેનું ઘટના સ્થળે મોત નિપજેલ હોવાનું તપાસ દરમ્યાન બહાર આવતા વન વિભાગના અધિકારીઓ તાત્કાલીક વન્ય રક્ષણ પ્રાણી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુન્હો દાખલ કરી પ્રવિણ જોરૂભા ગોહીલ અને લખમણ ભગવાન સોલંકીની ધડપકડ કરી તેને કોર્ટમાં રજુ કરતા એક દિવસના રીમાન્ડ મેળવી હતી. અને ઘટના સ્થળેથી વિજ વાયરો અને અન્ય મુદામાલ કબ્જે કરી વધુ રીમાન્ડ માટે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીના વધુ રીમાન્ડ ના મંજુર કરી જેલ હવાલે કર્યા હતા.


Loading...
Advertisement
Advertisement