ત્રણ માસ બાદ પ્રાયમરી માર્કેટમાં સળવળાટ : 71 કંપનીઓ IPOની રાહમાં

18 August 2022 10:54 AM
Business India
  • ત્રણ માસ બાદ પ્રાયમરી માર્કેટમાં સળવળાટ : 71 કંપનીઓ IPOની રાહમાં

મુંબઇ,તા. 18
શેરબજારમાં છેલ્લા બે મહિનાથી ફરી તેજીનો માહોલ છવાવા સાથે સેન્સેક્સ-નિફટી નવી ઉંચાઈ સર કરવાના માર્ગે દોડતા હોવાના સંકેતોને પગલે પ્રાયમરી માર્કેટમાં પણ સળવળાટ શરુ થઇ ગયો છે. ગો ડીજીટ જનરલ ઇન્સ્યોરન્સ, કોન્કર્ડ બાયોટેક, બાલાજી સોલ્યુશન જેવી અનેક કંપનીઓએ સેબી સમક્ષ આઈપીઓ માટે દરખાસ્ત રજૂ કરી દીધી છે. આ કંપનીઓ માર્કેટમાંથી 7500 કરોડથી વધુ રકમ ઉઘરાવશે.

ગો ડીજીટ ઇન્સ્યોરન્સનો આઈપીઓ અંદાજીત 5000 કરોડ, કોન્કર્ડનો 2000 કરોડ તથા બાલાજી સોલ્યુશનનો 400 કરોડનો રહેવાનો અંદાજ છે. 2022માં અત્યાર સુધીમાં 63 કંપનીઓએ સેબીમાં દરખાસ્તો કરી છે. એલઆઈસી સહિતની 17 કંપનીઓએ 41140 કરોડ ઉઘરાવ્યા છે. 71 કંપનીઓ માર્કેટનું માનસ સારુ થાય તેની પ્રતિક્ષામાં છે.

શેરબજારમાં ફરી ઝમકદાર તેજી શરુ થવાને કારણે આઈપીઓમાં સળવળાટ છે. સેક્ધડરી માર્કેટ થોડો વખત મંદીમાં ધકેલાતા ત્રણેક માસથી પ્રાયમરી માર્કેટ પણ સુસ્ત અને નિરસ થયું હતું. 26 મેથી 12 ઓગસ્ટ દરમ્યાન એકપણ આઈપીઓ આવ્યા નહતા. 12મી ઓગસ્ટે એસજીએસ ટેકનોલોજીનો આઈપીઓ આવ્યો હતો.


Related News

Loading...
Advertisement
Advertisement