‘બમ બમ ભોલે... ભર દે ઝોળી’ના નાદથી શિવ સ્તુતિ

18 August 2022 10:58 AM
Dharmik
  • ‘બમ બમ ભોલે...  ભર દે ઝોળી’ના નાદથી શિવ સ્તુતિ

કહેવાય છે કે શિવ ખુબ જ ભોળા છે, તેની સામે કોઇપણ સાચા દિલથી જાય, તે દરેકની ઝોળીને તેઓ ભરપુર કરી દે છે. આથી તે ઓળખાય છે. ‘ભોળાનાથ’ના મીઠા નામથી. ભગવાન ભોળા કઇ રીતે છે ? અને ભકતોની કઇ ઝોળીને તેઓ ભરપુર કરે છે ? તે ઝોળી શેનાથી ભરપુર કરે છે ? અને કયા સમયે, કઇ વિધિથી તે ભકતો પર રાજી થાય છે ? આ રહસ્ય પણ સ્પષ્ટ કરીએ.

મનુષ્યના ભોળપણની વાતોથી તો આપણે અનુભવી છીએ. તેઓ સ્વભાવગત ખુબ જ ઓછા પૈસામાં આપણને ઘણી ચીજો આપી દે કે ખુબ કિંમતી ચીજોને પણ ઓછા દામે આપી દે. આથી સમજાય કે આ ભાઇ કે બહેન છે તો ભોળા. ભોળપણ સામે આજકાલ મનુષ્યો અને ચતુરાઇ પણ કરતા હોય છે. દુનિયાવી અર્થમાં ભોળો એટલે બુધ્ધિબળનો ઓછો ઉપયોગ કરનારો અને ચતુર તો બધી જ નવી નવી યુકિતઓનો પ્રયોગ કરનારો.

હવે પ્રશ્ર્ન થાય કે ભગવાન ખરેખર ભોળા છે કે ચતુર ? એક બાજુ ઇશ્ર્વર ચતુર સુઝાન અને વળી ભોળા પણ આપણે જ કહીએ છીએ. તો સમજ એ છે કે - ભગવાન ચતુર સુઝાન એટલા માટે કે શિવપિતા દરેક મનુષ્યાત્માઓના ભાગ્યને જાણે છે. તેના ભૂત, વર્તમાન અને ભવિષ્યની સ્પષ્ટ માહિતી તેમની પાસે છે તેવા તે છે ચતુર અને રહમદિલ શિવની દરેક પ્રત્યે શુભ આશા છે કે- તેમના દરેક બાળકોનું ભવિષ્ય ઉજજવળ બને, શ્રેષ્ઠ બને અને પાપ કર્મોમાંથી મુકિત માટેની નવી નવી યુકિતઓ સંભળાવી સહજતાથી તે સૌનું પરિવર્તન કરી રહ્યા છે. વર્તમાન સમયે તેઓ આ દુ:ખદાયી તમોપ્રધાન દુનિયાથી આપણને સૌને નષ્ટમોહા બનાવીને આવનારી નવી સ્વર્ણિમ દુનિયાની સ્થાપના કરવામાં મદદગાર બનાવી રહ્યા છે. આમ તેઓ છે ચતુર સુઝાન.

તે ભોળપણ વળી કયું ? તો શિવ પરમાત્મા લેતા કશું નથી. અગાઉ જોયુંને ધતુરો અર્થાત આપણા પાપોનો ટોકરો તેઓ લઇને તેના બદલે નવું સુખમય સ્વર્ણિમ દુનિયાનો પિતા તરીકે વારસો પ્રદાન કરી રહ્યા છે. એવી સતોપ્રધાન સુખમયી દુનિયાની સ્થાપના અર્થ પોતાનો તમામ ખજાનો વરદાન, ગુણ, શકિતઓ બધુ જ યોગ્ય લાયક બાળકોને ખુલ્લા દિલથી આપી રહ્યા છે તેમાં તેઓ ભોળા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અભિમાન, આળસ જેવા ખોટા સિકકાનું દાન માંગીને અર્થાત સર્વ મનુષ્યાત્માઓમાં રહેલ જુના સ્વભાવ, દુ:ખદાયી સંસ્કારોની કિચડપટ્ટી તે માંગી રહ્યા છે. બદલામાં સુખ, શાંતિ, પવિત્રતા, સમૃધ્ધિથી ભરપુર સ્વર્ગ અર્થાત સતયુગી-સ્વર્ણિમ દુનિયાની લાયકાત આપે છે જેનાથી સૌ જન-જન તન, મન, ધનથી સદા કાલ ભરપુર બને.

આમ પોતાના માટે કોઇ આશ રાખ્યા વગર દાતા, વરદાતા, કલ્યાણકારી શિવપિતા નિષ્કામ બની સર્વ બાળકોની સેવા કરી રહ્યા છે... વર્તમાન પુરૂષોતમ સંગમયુગના શ્રેષ્ઠ સમયે પર તેઓ દિવ્ય અવતરણ કરી દરેક ભકતજનોની મનોકામના પૂરી કરી રહ્યા છે. પથ્થરની જેવા બે અર્થ, નકામા અને નડતરરૂપ જીવનને પારસ જેમ ચમકતું અને ઉપયોગી બનાવી રહ્યા છે. કોડીમાંથી હીરાતુલ્ય કહો કે કાંટામાંથી ફુલરૂપ સુંદર જીવન પ્રદાન કરી રહ્યા છે. તો આપણે આ ભોળાનાથ, ચતુર સુઝાન, નિષ્કામી, સ્વયંભુ સર્વના પિતા, સુખકર્તા-દુ:ખકર્તા, સદા કલ્યાણકારી શિવને સાચા ભાવથી સદૈવ યાદ કરીએ.


Related News

Loading...
Advertisement
Advertisement