તહેવારોમાં રાહત : સીએનજીમાં ભાવઘટાડો

18 August 2022 11:14 AM
Ahmedabad Gujarat Top News
  • તહેવારોમાં રાહત : સીએનજીમાં ભાવઘટાડો

અદાણી ગેસે સીએનજી રૂા. 3.48 સસ્તો કર્યો : ટોરેન્ટ ગેસે સીએનજી અને પીએનજીમાં 5-5 રૂપિયા ઘટાડ્યા

અમદાવાદ,તા. 18 : દૂધથી માંડીને ગેસ સહિતની તમામ ચીજવસ્તુઓમાં કેટલાક મહિનાઓથી મોંઘવારીનો માર વચ્ચે આજે જન્માષ્ટમીના તહેવારો ટાણે જ રાહત મળી હોય તેમ સીએનજીના ભાવમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. અદાણી તથા ટોરેન્ટ ગેસ જેવી બન્ને કંપનીઓએ સીએનજી-પીએનજીમાં ભાવ ઘટાડો કર્યો છે. જો કે સૌરાષ્ટ્રને ગેસ સપ્લાય કરતી ગુજરાત ગેસે ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી.

અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવમાં 3.48નો ભાવ ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. કંપનીએ ગત 2 અને 4 ઓગસ્ટના રોજ અનુક્રમે 1.99 અને 1.49નો ભાવવધારો કર્યો હતો. જેના 15 દિવસ બાદ હવે રાહત આપવામાં આવી છે. આ સિવાય ટોરેન્ટ ગેસ દ્વારા સીએનજી અને પીએનજીમાં 5-5 રૂપિયાનો ભાવઘટાડો કરવામાં આવ્યો છે.

આ ભાવઘટાડાથી સામાન્ય વર્ગને રાહત મળશે. સૌરાષ્ટ્રમાં જો કે ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીની સપ્લાય કરવામાં આવે છે. કંપનીના સુત્રોએ જણાવ્યું કે અન્ય ખાનગી કંપનીઓએ ઓગસ્ટની શરુઆતમાં ભાવવધારો લાગુ કર્યો ત્યારે ગુજરાત ગેસે ભાવમાં કોઇ વધારો કર્યો નહતો. હવે અદાણી, ટોરેન્ટ જેવી કંપનીઓએ ભાવ ઘટાડ્યા છે પરંતુ ગુજરાત ગેસ દ્વારા ભાવમાં કોઇ બદલાવ કરાયો નથી.


Related News

Loading...
Advertisement
Advertisement