કોરોના કેસ ફરી 10 હજારને પાર: તહેવારોમાં નવી ચિંતા

18 August 2022 11:15 AM
India Top News
  • કોરોના કેસ ફરી 10 હજારને પાર: તહેવારોમાં નવી ચિંતા

નવીદિલ્હી, તા.18 : કોરોના વાયરસ સંક્રમણમાં ફરી ઉછાળો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12608 નવા દર્દી મળ્યા છે. બુધવારના મુકાબલે આજે અંદાજે સાડા ત્રણ હજાર વધુ કેસ મળ્યા છે. ભારતમાં બુધવારે કોરોનાના 9062 નવા કેસ સામે આવ્યા હતા. એક્ટિવ કેસની સંખ્યા હવે 1,01,343એ પહોંચી ગઈ છે. જ્યારે દૈનિક પોઝિટિવીટી રેટ 3.48% છે. દિલ્હીમાં કોરોનાના નવા 1652 કેસ મળ્યા છે જ્યારે આઠ દર્દીના મૃત્યુ થયા છે. સંક્રમણ દર અંદાજે એક પખવાડિયા બાદ 10%થી નીચે આવી ગયો છે. આવી જ રીતે મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પણ કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.


Related News

Loading...
Advertisement
Advertisement