અફઘાનીસ્તાનમાં મસ્જીદમાં પ્રચંડ વિસ્ફોટ: 20ના મોત, 50 ઘાયલ

18 August 2022 11:22 AM
World Top News
  • અફઘાનીસ્તાનમાં મસ્જીદમાં પ્રચંડ વિસ્ફોટ: 20ના મોત, 50 ઘાયલ

કાબુલમાં મસ્જીદમાં નમાઝ દરમિયાન બ્લાસ્ટ થયો

કાબુલ તા.18 : અફઘાનીસ્તાનના સૌથી મોટા શહેર અને રાજધાની કાબુલમાં ખૈર ખાના વિસ્તારમાં મસ્જીદમાં પ્રચંડ વિસ્ફોટ થતા 20 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે. આજે થયેલા પ્રચંડ વિસ્ફોટને પગલે સુરક્ષાદળ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે ઉતરી કાબુલના પડોસમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, જેથી પાસેની ઈમારતોની બારીઓ તૂટી ગઈ હતી. ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પહોંચી હતી. તાલિબાનના ગુપ્તચર અધિકારીએ નામ ન છાપવા દેવાની શરતે કહ્યું હતું કે નમાઝીઓ વચ્ચે એક મસ્જીદમાં વિસ્ફોટ થયો હતો. માર્યા ગયેલાઓમાં મસ્જીદનો ઈમામ પણ છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement