પોતાનાથી 21 વર્ષ નાની 19 વર્ષની રાડુકાનુ સામે હારતી સેરેના વિલિયમ્સ

18 August 2022 11:22 AM
India Sports World
  • પોતાનાથી 21 વર્ષ નાની 19 વર્ષની રાડુકાનુ સામે હારતી સેરેના વિલિયમ્સ

સિનસિનાટી માસ્ટર્સમાં પણ લેજન્ડ સેરેનાનો પરાજય: એક કલાક પાંચ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં રાડુકાનુએ એકવાર પણ સેરેનાને ફાવવા ન દીધી

નવીદિલ્હી, તા.18
23 વખતની ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સે તાજેતરમાં જ સંન્યાસની જાહેરાત કરી હતી. દરમિયાન સિનસિનાટી માસ્ટર્સ ટૂર્નામેન્ટમાં છેલ્લીવાર રમી રહેલી 40 વર્ષની સેરેના વિલિયમ્સને તેનાથી 19 વર્ષ નાની બ્રિટનની એમા રાડુકાનુએ 6-4, 6-0થી હરાવી હતી.

બન્ને ખેલાડીઓ વચ્ચે એક કલાક પાંચ મિનિટ સુધી મુકાબલો ચાલ્યો હતો. જે લોકો સેરેનાને તેના સારા તબક્કામાં માટે યાદ કરતા હતા તેના માટે સેરેનાનું બહાર થવું દુ:ખદ છે. અમેરિકી ખેલાડી સેરેનાની બીજી સર્વિસ તાજેતરના વર્ષોમાં એક મોટી સમસ્યા રહી છે અને આ સમસ્યા તેને હજુ પણ નડી રહી છે.

સેરેનાએ જ્યારે 1999માં પોતાનો પ્રથમ ગ્રાન્ડસ્લેમ (યુએસ ઓપન) જીત્યો હતો ત્યારે રાડુકાનુનો જન્મ પણ થયો નહોતો. પાછલા વર્ષે જ્યારે સેરેના ટોરંટો ઓપનના બીજા તબક્કામાં બેલિંડા બેનકિચ સામે હારી ગઈ તો ત્યાં જોરદાર ઉજવણી થઈ હતી. સેરેના 2017 ઑસ્ટ્રેલિયા ઑપન બાદથી કોઈ પણ ખિતાબ જીતી શકી નથી.

સિનસિનાટી માસ્ટર્સમાં જીત બાદ રાડુકાનુએ કહ્યું કે મારું માનવું છે કે આપણે તમામે સેરેના અને તેના અદ્ભુત કરિયરને સન્માન આપવું જોઈએ. સેરેના તાજેતરના વર્ષોમાં પોતાનાથી નાની ઉંમરની ખેલાડીઓ સામે હાર ખમી રહી છે. સિનસિનાટી પહેલાં ટોરંટો ઓપનના બીજા રાઉન્ડમાં તે પોતાનાથી 15 વર્ષ નાની એવી 25 વર્ષીય બેલિંડા સામે હારી ગઈ હતી.


Related News

Loading...
Advertisement
Advertisement