કોડીનાર ખાતે વિશ્રામગૃહનું લોકાર્પણ

18 August 2022 11:25 AM
Junagadh
  • કોડીનાર ખાતે વિશ્રામગૃહનું લોકાર્પણ

કોડીનાર,તા.18 : કોડીનાર ખાતે ગુજરાત સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા રૂપિયા પાંચ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ નવ નિર્મિત વિશ્રામ ગૃહનું લોકાર્પણ આજરોજ માર્ગ મકાન વિભાગના મંત્રી પુણેસ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જણાવતા પુણેશ મોદીએ જણાવ્યું કે રાજ્યમાં વસતા નાગરિકો માટે મોબાઈલની કનેક્ટિવિટી જેમ એક છેડેથી બીજે છેડે ઝડપી પહોંચે તે માટે માર્ગ મકાન વિભાગ કટિબંધ છે અને લોકોની સુખાકારી માટે રાજ્યમાં છેલ્લા છ માસમાં 12,200 કરોડના કામ ચાલુ કરાયા છે જેમાં કેટલાક કામના ખાતમુરત તો કેટલા કામના લોકાર્પણ થઈ ચૂક્યા છે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યનો 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો આવેલો છે જ્યાં રૂપિયા 2400 કરોડના ખર્ચે 1845 સળ નો કોસ્ટલના નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેના કારણે આ વિસ્તારના પ્રવાસનને વેગ મળવા ઉપરાંત બંદરો અને ઉદ્યોગોનો પણ વિકાસ થશે


Loading...
Advertisement
Advertisement