6 વર્ષ બાદ આજે ભારત-ઝીમ્બાબ્વે વચ્ચે વન-ડે મુકાબલો

18 August 2022 11:26 AM
India Sports World
  • 6 વર્ષ બાદ આજે ભારત-ઝીમ્બાબ્વે વચ્ચે વન-ડે મુકાબલો

ઈજામાંથી પરત ફરેલા રાહુલના પ્રદર્શન પર સૌની નજર: રાહુલ ત્રિપાઠીનું થઈ શકે ડેબ્યુ: સોની સ્પોર્ટસ નેટવર્ક પર મેચનું પ્રસારણ

નવીદિલ્હી, તા.18
ભારત-ઝીમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની વન-ડે શ્રેણીનો મુકાબલો આજે હરારે સ્પોર્ટસ ક્લબમાં રમાશે. છ વર્ષ બાદ બન્ને ટીમો એકબીજા સામે ટકરાશે. આ પહેલાં 15 જૂન-2016ના બન્ને વચ્ચે મેચ રમાઈ હતી. ભારતીય ટીમ આ પ્રવાસે સીનિયર ખેલાડીઓ વગર ગઈ છે. શ્રેણી શરૂ થયાના થોડા જ દિવસ પહેલાં મોટો ફેરફાર કરતાં ધવનની જગ્યાએ રાહુલને કમાન સોંપાઈ છે આવામાં યુવા ખેલાડીઓને આ શ્રેણીમાં ખુદને સાબિત કરવાની પણ તક છે.

ભારત-વિન્ડિઝ વચ્ચે તાજેતરમાં જ રમાયેલી શ્રેણીનું સીધું પ્રસારણ ડીડી સ્પોર્ટસ પર કરાયું હતું. જ્યારે ઝીમ્બાબ્વે વિરુદ્ધની મેચ સોની સ્પોર્ટસ નેટવર્ક ઉપર કરવામાં આવશે. આ મેચનો પ્રારંભ બપોરે 12:45 વાગ્યાથી થશે. ભારત 1997 બાદ અત્યાર સુધી ઝીમ્બાબ્વેમાં એક પણ શ્રેણી હાર્યું નથી. આ દરમિયાન તેણે ચાર મેજબાન ટીમને હરાવી છે. 1998માં ભારતીય ટીમ ત્રીજીવાર ઝીમ્બાબ્વે ગઈ હતી.

ત્યારે તેણે ત્રણ મેચની શ્રેણીને 2-1થી પોતાના નામે કરી હતી. આ પછી ભારતીય ટીમ 2013માં ઝીમ્બાબ્વે ગઈ હતી. ત્યારબાદ 2015 અને 2016માં પ્રવાસ કર્યો હતો અને દરેક વખતે જીતીને આવી હતી. પહેલી વન-ડેમાં રાહુલના પ્રદર્શન પર સૌની નજર રહેશે જે ઈજા બાદ પરત ફરી રહ્યો છે. તે ધવન સાથે ઓપનિંગ કરતો જોવા મળી શકે છે તો આ શ્રેણીમાં રાહુલ ત્રિપાઠીને પણ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કરવાની તક અપાય તેવી શક્યતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement