સાવરકુંડલામાં લમ્પી વાયરસ રસીકરણનું નોંધનીય સેવા કાર્ય

18 August 2022 11:30 AM
Amreli
  • સાવરકુંડલામાં લમ્પી વાયરસ રસીકરણનું નોંધનીય સેવા કાર્ય

શ્રીજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા

સાવરકુંડલા,તા.18 : સાવરકુંડલામાં છેલ્લા 20 વર્ષથી હરતિ ફરતી ગૌસેવા એટલે "શ્રીજી ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ". તેમના દ્વારા તારીખ 7,8,2022 ને રવિવારના રોજ પશુઓમાં ફેલાયેલા ભયંકર જીવલેણ રોગ એવા લંપી વાયરસ સામે રક્ષણ આપતી રસી નો વેકસીન કેમ્પ રાખવામાં આવેલ. જેમાં રખડતી તથા રેઢીયાર 1350 ગાયોને રસી તથા 70 જેટલી ગાયોને ટીપા દેવામાં આવ્યા.

આ રસીકરણ કેમ્પની ઉડીને આંખે વળગે એવી વાત એ છે કે, આટલા મોટા પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું તેમાં 80% જેટલી તો ગામમાં રખડતી રજળતી અને અશક્ત ગાયોને રસી આપવામાં આવી. આ કાર્યને પૂરું કરવા માટે સાવરકુંડલા તાલુકા પશુપાલક અધિકારી ડો. વસંતભાઈ દેસાઈ ના માર્ગદર્શન નીચે તેમની ટીમ જેમાં ડો. ઇન્દ્રરાજ સાહેબ, ડો. જેતુભાઈ તથા ડો. કુંભાણીની વેટરનરી ડોક્ટરની ટીમ ગારીયાધાર થી આવેલ. તથા ડોક્ટર દાફડા દ્વારા આ કેમ્પમાં રસીકરણ કરવામાં આવેલ હતું.


Loading...
Advertisement
Advertisement