જો પરમાણુ યુદ્ધ થાય તો દુકાળ પડવાથી દુનિયાના 5 અબજ લોકો ભૂખમરાથી મરશે

18 August 2022 11:31 AM
India World
  • જો પરમાણુ યુદ્ધ થાય તો દુકાળ પડવાથી દુનિયાના 5 અબજ લોકો ભૂખમરાથી મરશે

♦ અમેરિકાના વિશ્વ વિદ્યાલયના સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

♦ પરમાણુ બોમ્બ વિસ્ફોટથી વાયુમંડળ કાળુ પડી જાય જેથી સૂર્ય પ્રકાશ રોકાવવાથી વિશ્વના ખેતી પાકો બરબાદ થઈ જાય

વોશિંગ્ટન (અમેરિકા) તા.18
અમેરિકા અને રશિયા તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચે અણુયુદ્ધ થાય તો આ દેશો તો ઠીક પરમાણુ યુદ્ધથી દૂકાળ પડવાથી પૃથ્વી પરના પાંચ અબજ લોકો ભૂખમરાથી મરી જાય. આ દાવો નેચર ફુડ જર્નલમાં પ્રકાશિત જર્નલમાં કરાયો છે.

અમેરિકાના ન્યુજર્સી સ્થિત રટગર્સ વિશ્વ વિદ્યાલયમાં થયેલા સંશોધન અનુસાર જો પરમાણુ યુદ્ધ થાય તો વૈશ્વિક સ્તરે દુકાળ પડે અને દુનિયાની બે તૃતીયાંશ વસ્તી (લગભગ પાંચ અબજ લોકો) ખતમ થઈ જાય.

સંશોધકોએ સિમ્યુલેશનના માધ્યમથી દર્શાવ્યું છે કે પરમાણુ યુદ્ધના કારણે ઉપરી વાયુ મંડળ કાળુ થઈ જશે, જેનાથી સૂર્યનો પ્રકાશ ધરતી પર નહીં આવી શકે. આથી દુનિયાભરમાં ખેતીનો પાક બરબાદ થઈ જશે.

કોઈપણ સંજોગોમાં રોકવું પડશે પરમાણુ યુદ્ધ: સંશોધનના મુખ્ય લેખક પ્રો. લિલિ શિયાએ કહ્યું હતું કે પરમાણુ યુદ્ધને કોઈપણ સંજોગોમાં રોકવું પડશે. સંશોધનનું મોડેલ 6 સંભવિત પરમાણુ યુદ્ધ પરિદ્દશ્યોના આધારે તૈયાર કરાયું છે. તેમાં ભારત-પાકિસ્તાન, અમેરિકા-રશિયા વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ સામેલ છે.

ભારત-પાક યુદ્ધ પર મોટી ચિંતા: સંશોધકોએ જણાવ્યું હતું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો પાંચ વર્ષમાં વૈશ્વિક સરેરાશ ખાદ્ય પુરવઠામાં સાત ટકા ઘટાડો આવી શકે છે જેથી લગભગ બે અબજ લોકોના ભૂખમરાથી મોત થઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement