બગસરામાં તહેવારોમાં જ વીજધાંધીયાથી લોકોમાં ભભૂકી ઉઠેલો રોષ: તંત્રની બેદરકારી

18 August 2022 11:35 AM
Botad
  • બગસરામાં તહેવારોમાં જ વીજધાંધીયાથી લોકોમાં ભભૂકી ઉઠેલો રોષ: તંત્રની બેદરકારી

પગલા નહી લેવાય તો આંદોલનની ચેતવણી

(સમીર વિરાણી દ્વારા) બગસરા,તા.18
બગસરામાં છેલ્લા ઘણા સમયથી પીજીવીસીએલ દ્વારા અવાન-નવાર લાઈટ ગુલ થતા લોકો પરેશાન થઈ રહ્યા છે. રાંધણ છઠના દિવસે સાંજના સમયે દોઢ કલાક લાઈટ જતા બગસરા વાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રાંધણ છઠ હોવાથી ગૃહણીઓ મા રોષ જોવા મળ્યું હતો કારણકે રાંધણ છઠના દિવસે તહેવારનો તમામ ખોરાક રાંધવા માટેનો આ દિવસ હોવાથી લાઈટ જતા ભારે પરેશાની વેઠવી પડી હતી.

આ બાબતે અનેકવાર ધારાસભ્ય જેવી કાકડીયા ને રજૂઆત કરવામાં આવેલ છતાં જેવી કાકડિયા ને અંગત સંબંધ હોવાથી બગસરા ડેપ્યુટી એન્જિનિયર પબ્લિકનું કાંઈ પણ સાંભળતા નથી બગસરા ના એક જાગૃત નાગરિક દ્વારા ઉચ્ચકક્ષાએ આ બાબતે લેખિત રજૂઆત કરવામાં પણ આવશે જેને મીડિયા સાથે ફોન દ્વારા વાતચીત થતા તેણે જણાવ્યું હતું કે આ પ્રશ્ન ઘણા સમયથી હોવાથી પીજીવીસીએલ બગસરા દ્વારા મોન્સુન કામગીરી કરેલ ન હોવાથી પબ્લિકને અવર નવર હેરાન પરેશાન કરવામાં આવે છે અવારનવાર લાઈટ ગુલ કરી અને ધંધા રોજગારમાં ભારે ફટકા પડે છે

પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર દ્વારા બેદરકારી જોવા મળી છે આ બાબતે ઉર્જા મંત્રીને બગસરાના અનેક જાગૃત કાર્યકર્તાઓ દ્વારા અને રાજકીય કાર્યકરો દ્વારા પણ લેખિત રજૂઆત કરવામાં આવશે અને આ બાબતે જો વહેલી તકે કામગીરી કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવું પડશે તેમ એક બગસરાના જાગૃત નાગરિક દ્વારા જણાવેલ છે.


Loading...
Advertisement
Advertisement