ગુજરાતમાં સિઝનનો 96.13 ટકા વરસાદ: 227 તાલુકામાં મેઘમહેર: દાંતીવાડામાં 8 ઈંચ

18 August 2022 11:38 AM
Rajkot Gujarat
  • ગુજરાતમાં સિઝનનો 96.13 ટકા વરસાદ: 227 તાલુકામાં મેઘમહેર: દાંતીવાડામાં 8 ઈંચ

મધ્ય-દક્ષિણ ગુજરાતમાં જોર ધીમુ પડયુ: 29 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ

રાજકોટ તા.18
ગુજરાતમાં વરસાદી રાઉન્ડની જમાવટ હોય તેમ સાર્વત્રિત મેઘમહેર યથાવત રહી છે. આ સાથે રાજયમાં સીઝનનો 96.16 ટકા વરસાદ વરસી ગયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે રાજયભરમાં વરસાદી માહોલ વચ્ચે મેઘસવારીનો દોર જારી રહ્યો છે.

રાજયમાં અત્યાર સુધીમાં સરેરાશ 817.45 મીમી પાણી વરસી ગયું છે. જે સીઝનનું 96.16 ટકા થવા જાય છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજયના તમામ 33 જીલ્લાના 227 તાલુકામાં વરસાદ નોંધાયો હતો તેમાં સૌથી વધુ આઠ ઈંચ બનાસકાંઠાના દાંતીવાડામાં પડયો હતો.

ઉતર ગુજરાતમાં મેઘરાજા રમઝટ બોલાવી રહ્યા છે. મુખ્યત્વે બનાસકાંઠા જીલ્લો જળબંબાકાર હતો. દાંતીવાડામાં 8 ઈંચ, પાલનપુરમાં પાંચ ઈંચ, ડીસા, સુઈગામમાં 4-4 ઈંચ વરસાદ હતો. અન્ય તાલુકાઓમાં બે થી ત્રણ ઈંચ વરસાદ હતો. પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર જીલ્લાઓમાં સાર્વત્રિક ત્રણ ઈંચ સુધીની મેઘમહેર હતી.

મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર ઓછુ હોવા છતાં સાર્વત્રિક વરસ્યો હતો અને સર્વત્ર એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક 3 ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. રાજયમાં વરસાદી રાઉન્ડ હજુ ચાલુ રહેવાની આગાહી છે ત્યારે આવતા દિવસોમાં સીઝનનો 100 ટકા વરસાદ થઈ જવાની શકયતા છે. કચ્છ તથા દક્ષિણ ગુજરાત ઝોનમાં સરેરાશ વરસાદ 100 ટકાથી વધી જ ગયો છે. ઉતર ગુજરાતમાં 95.17 ટકા, મધ્ય ગુજરાતમાં 78.94 ટકા તથા સૌરાષ્ટ્રમાં 87.94 ટકા થયો છે.


Related News

Loading...
Advertisement
Advertisement