અમરેલી બીએપીએસ મંદિરે સંત સંમેલન યોજાયું

18 August 2022 11:38 AM
Amreli
  • અમરેલી બીએપીએસ મંદિરે સંત સંમેલન યોજાયું
  • અમરેલી બીએપીએસ મંદિરે સંત સંમેલન યોજાયું

પ્રમુખ સ્વામી મ.ના અમદાવાદ ખાતે યોજાનાર શતાબ્દી મહોત્સવ અંતર્ગત

અમરેલી, તા.18 : અમરેલી ખાતે ગત રવિવારનાં યોજાઈ ગયેલા આ વિરાટ સંત સંમેલનમાં જીલ્લાભરમાંથી સંતો, ટ્રસ્ટી ઉપસ્થિસંતો, ટ્રસ્ટી ઉપસ્થિત રહી વિશ્વવંદનીય સંત વિભુતી પ.પૂ. પ્રમુખ સ્વામીના ગુણનું ગથન કર્યુ હતું. આ સંત સંમેલનની શરૂઆત ગઢડા સ્વામિનારાયણ મંદિરના કોઠારી અઘ્યાત્મસ્વરૂપ સ્વામિએ કરી ઉપસ્થિત સંતોનું અભિવાદન કરી પ્રાસંગીક પ્રવચનમાં 96 વર્ષનાં જીવન સમયમાં પુ. પ્રમુખ સ્વામિ મહારાજે અઢી લાખ ઘરોમાં પધરામણી, સાડા સાત લાખ પત્રોનાં જવાબ, રોજ 500 થી 700 લોકોને મળવું, 1200 થી વધુ મંદિર, 1000 થી વધુ શિક્ષીત સંતો, 18000 જેટલી વિશ્વભરમાં અઠવાડીક યોજાતી સભાની ભેટ આપી છે.

તેમ જણાવી ચલાલા ગાયત્રી મંદિરના પુ.રતિદાદાએ ગાયત્રી મંત્રથી શરૂઆત કરી પોતાનાં ગુણગથનમાં પુ. પ્રમુખ સ્વામી મહારાજ દિવ્ય અને ભગવાનનું સ્વરૂપ હતું. માનવ મંદિર સાવરકુંડલાનાં મહંત પુ. ભકિતરામ બાપુએ સંત બીજાનાં હિતમાં કામ કરે તે પ્રમુખસ્વામીએ કરી બતાવી ગલ્ફમાં મંદિર કર્યુ. જાગૃત હનુમાન મંદિરનાં મહંત પુ. રામમનોહરદાસ બાપુએ પ્રમુખસ્વામીનાં સાંનિઘ્યમાં રહેવાથી મુકિત મળે નિંગાળાનાં મહંત અમરદાસબાપુએ જયા વિઝા ન મળે ત્યાં મંદિર બાંધી પ્રમુખ સ્વામીએ સનાતન ધર્મનો પ્રચાર વિશ્વભરમાં પહોંચાડયો. આ સંમેલન મીની કુંભમેળો છે. તેમ જણાવ્યું હતું. સતાધાર મંદિરનાં મહંત પુ. વિજયબાપુએ 1988 ની યાદ તાજી કરી પુ.બાપાનાં માણેકપરા મંદિરે દર્શન કર્યા તેના મુખથી કથાનો લાભ મળ્યો. તે સતાધારમાં ત્રણ દિવસ રોકાયા હતા.

કોરોનાં કાળમાં સંતોએ માનવતા જાળવી હતી. આ સંમેલનમાં ઉપસ્થિત રહેલ પુ.સંતો વિજયબાપુ સતાધાર, ભકિતરામ બાપુ, સાવરકુંડલા, જેરામબાપુ, આપાગીગા, લવજી ભગત, ઘનશ્યામદાસબાપુ, રામમનોહરદાસ બાપુ ગીરીયા, કિરણબાપુ હિરાવા, ગણપતબાપુ ધાર, રતિદાદા ગાયત્રી પરીવાર ચલાલા, પ્રભુદાસજી મહારાજ, નલિનબાપુ માચીયાળા, કરશનગીરી બાપુ સાવરકુંડલા, કિશનબાપુ રામેશ્વરા મહાનંદજી પીપળેશ્વર મહાદેવ, સુંદરગીરીબાપુ, હસુબાપુ સાવરકુંડલા, અમરદાસબાપુ સાવરકુંડલા, મહેશબાપુ પીપાવાવ, મનુભારથી બાપુ કામનાથ મહાદેવ મંદિરે અમરેલી સહિત ટ્રસ્ટીઓ આવેલા હતા.


Loading...
Advertisement
Advertisement